Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એપ્રિલથી ફલાઇટની મુસાફરી થશે મોંઘી : સરકાર કરશે ટિકિટોના ભાવમાં વધારો

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ હશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં તેમાં ૪ ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે.

એરપોર્ટ નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ વસુલ કરે છે. ફલાઈટ મુસાફરો પાસેથી આ ચાર્જ પ્રતિ ફલાઈટના આધારે લેવામાં આવે છે. મંત્રલાયે આ પ્રસ્તાલ પર અંતિમ નિર્ણય માટે આગામી અઠવાડીયામાં એક બેઠક પર યોજી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

(3:17 pm IST)