Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કુહાડીના ઘા મારી ગર્ભવતી પત્નિ - ભાઈની નિર્મમ હત્યાઃ યુવકની ધરપકડ

યુપીમાં હૈયુ હચમચાવતો નરસંહાર : શકિલને ૩ બાળકો છેઃ પત્નિને ૬માસનો ગર્ભ હતોઃ નાના પુત્રને બચાવવા જતા માતા ઘાયલ

લખનૌઃ ઉત્તરપ્રદેશના લખીમપુર- ખીરીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગાબાદ નિવાસી યુવકે પોતાની પત્ની અને ભાઈ ઉપર કુહાડીથી નિર્મમ હત્યા નિપજાવતા ચકચાર મચી ગયેલ. પુત્રને બચાવવા જતા માતા પણ ઈજાગ્રસ્ત બનેલ. ઘટનામાં મૃત્યુ પામનાર યુવકની પત્નીને ૬ મહિનાનો ગર્ભ હતો. આ ઉપરાંત ત્રણ બાળકો પણ છે.

ઘટનાની વિગત એવી છે કે નૌરંગાબાદના નિવાસી નૂર મોહમ્મદે ગઈકાલે સવારે રૂમમાં સૂતેલી પત્ની સાબકુન નિશા (ઉ.વ.૩૦) અને બીજા રૂમ સૂતેલા ભાઈ મોહસીન (ઉ.વ.૩૦) ઉપર કુહાડીના અનેક ઘા મારી ક્રુર હત્યા કરેલ. મોહસીનને બચાવવા જતા માતા સાબરૂન (ઉ.વ.૫૦) ઘાયલ થયેલ. પોલીસે શકિલની ધરપકડ કરી છે. જયારે તેની માતાને હોસ્પિટલમાં ખસેડાય છે. આ ઘટના આડા સંબંધોના કારણે ઘટી હોવાનું પ્રાથમીક તારણ છે.

(4:04 pm IST)