Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મુંબઇ – બેંગ્લોર – હૈદ્વાબાદ - જયપુરના પગલે હવે

દિલ્હી - ચંદીગઢમાં કોરોના વાયરસના ૩ શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ બેંગ્લોર, હૈદરાબાદ બાદ દિલ્હીમાં કોરોના વાયરસના શંકાસ્પદો મળી આવ્યા છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.મિનાક્ષી ભારદ્વાજે જણાવ્યું હતું કે કોરોના વાયરસના આવા ત્રણ કેસ અમારી સામે આવ્યા છે. ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી છે અને તેમના નમૂનાઓ તપાસ માટે મોકલાયા છે. દિલ્હી ઉપરાંત ચંદીગઢમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

(1:10 pm IST)