Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગૌપ્રેમી મનાતા સીએમ યોગીના રસ્તામાં આવતા ગાય કે આંખલાને રોકવાની જવાબદારી એન્જિનિયર્સને સોંપાઇ !

હાથમાં દોરડા સાથે તૈનાત રહેશે: મિર્ઝાપુર એન્જી,એસો,એ પત્ર લખીને કામગીરીથી મુક્તિ માંગી

લખનૌ : ગૌસેવા અને ગૌપ્રેમ માટે ચર્ચામાં રહેનારા યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ વખતે અલગ કારણોસર મુદ્દે ચર્ચામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથના રસ્તામાં ગાય કે આંખલો ન આવે તે માટે મિર્જાપુરમાં એન્જિનિયરની મદદથી તૈયારીઓ ચાલી રહી છે.

   યુપીના 27 જિલ્લાઓમાં ગંગા યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત સીએમ 29 તારીખે મિર્જાપુર જવાના છે. આ યાત્રા સમયે સીએમના રસ્તામાં ગાય કે આંખલા ન આવે તે માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી પીડબલ્યુડી એન્જિનિયરોને સોંપવામાં આવી છે.

   મિરજાપુરના અલગ અલગ સ્થાનો પર નવ એન્જિયનિયર સીએમની યાત્રા સમયે હાથમાં દોરડા સાથે તૈનાત રહેશે. જોકે આ મામલે મિર્જાપુરના એન્જિનિયર એસોસીએસને પીડબલ્યુ ડી વિભાગને પત્ર લખીને કહ્યુ છે કે તેમના એન્જિનિયર પશુને પકડવા માટે ટ્રેઈન થયેલા નથી.જો કોઈ કર્મચારી ઘાયલ થશે તો તેની જવાબદારી એન્જિનિયર એસોસિએશનની નહી રહે. તંત્ર આ કામ બીજી એજન્સીને સોંપે તેવી પણ અપીલ કરી છે.

(1:06 pm IST)