Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જીએસટી-ઈન્કમટેક્ષમાં ગોટાળા કરનાર ભારતની ૫૦૦૦ કંપની સામે તપાસઃ મુંબઈમાં સૌથી વધુ

મધ્યમ-નાની કંપનીઓએ નામ-સરનામા નહિ હોવા છતા ઈનપુર ટેકસ ક્રેડીટનો લાભ લીધો !!

નવી દિલ્હી, તા. ૨૮ :. દેશભરમાં લગભગ ૫૦૦૦ જેટલી મધ્યમ-નાની કંપનીઓ સામે તપાસ ચાલી રહ્યાનું બહાર આવ્યુ છે. આ કંપનીઓ ઉપર ૨૦૧૮-૧૯માં જીએસટી અને ઈન્કમટેક્ષમાં ગોટાળા કર્યાનું બહાર આવ્યુ છે.

કેન્દ્રીય, બોર્ડ-સીબીડીટીએ આ કંપનીઓના માલિકો ઉપર સખ્ત કાર્યવાહી કરવા અને સર્વે શરૂ કરી દેવા આદેશો કર્યા છે. આ યાદી જીએસટી નેટવર્ક દ્વારા મોટાપાયે તપાસ બાદ તૈયાર કરાઈ છે. આ કંપનીઓએ રીટર્ન ભરવામાં અનેક ગોટાળા કર્યાનું બહાર આવ્યુ છે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, મુંબઈમાં ગોટાળાના ૨ હજારથી વધુ મામલાઓ બહાર આવ્યા છે. મુંબઈ ઉપરાંત દેશના તમામ રાજ્યોને તાકીદે કાર્યવાહી કરવા પણ આદેશો કરાયા છે.

ઈન્કમટેક્ષ-જીએસટીના તંત્ર દ્વારા જીએસટી દેવાદારો અને ઈનપુટ ટેકસ ક્રેડીટના ઉપયોગ અંગે કેટલાયને નોટીસો ફટકારાઈ છે. કંપનીઓ દ્વારા બોગસ ફર્મોનો ઉપયોગ કરાયાનું બહાર આવ્યુ છે. કેટલીય કંપનીઓના નામ-સરનામા નહિ હોવાનું પણ બહાર આવ્યુ છે.

(11:34 am IST)