Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ચીનમાં કોરોના વાઇરસના કહેરથી મૃત્યુઆંક 107 થયો : વિદ્યાર્થીઓ સહિત 300 ભારતીયો ફસાયા

માત્ર 24 કલાકમાં નવા 1500 કેસ નોંધાયા : દુનિયાભરમાં કોરોના વાઇરસના 4500 કેસ

ચીનઃ કોરોના વાઇરસની હાડમારી વધી રહી છે, ચીનમાં અત્યાર સુધી કોરોનાને કારણે 107 લોકોનાં મોત થઇ ગયા છે અને માત્ર 24 કલાકમાં નવા 1500 કેસ નોંધાય છે, ચીન સરકારના આંકડાઓ પરથી નક્કિ છે કે હજુ સુધી વાઇરસના ફેલાવા પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી

ચીનના વુહાનમાં વાઇરસની વધુ અસર જોવા મળી છે, જ્યાં 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો ફસાયા છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, અહીંયા પીવાના પાણીની બોટલ 1500 રૂપિયામાં મળી રહી છે અને ખોરાક માટે પણ ભારતીયોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે,ભારતીય વિદેશ મંત્રાલય નાગરિકોને પાછા લાવવા પ્રયાસ કરી રહ્યું છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસના 4500 કેસ નોંધાયા છે, અમેરિકા, કેનડા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં પણ આ વાઇરસની અસર છે, દુનિયાના અનેક દેશોએ એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરી દીધું છે, બહારથી આવતા લોકોમાં જો કોરોનાના કોઇ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેમને સારવાર આપવામાં આવે છે.

(12:05 pm IST)