Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

CAA પ્રસ્તાવ પર યુરોપિયન સંસદને સ્પિકર ઓમ બિરલાનો પત્ર, કહ્યું: આ યોગ્ય નથી

'આ કાયદો (CAA) અમારા પાડોસના દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે, તેનો ઉદેશ્ય કોઈની નાગરિકતા લેવાનો નથી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ઘ પ્રસ્તાવ લાવવાને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યૂરોપિયન સંસદના અધ્યક્ષને પત્ર લખીને તેના પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. પત્રમાં સ્પીકરે સીએએના મહત્વને સમજાવતા જણાવ્યું કે, આ પાડોસી દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે અને તે નાગરિકતા છીનવતો નથી.

યૂરોપિયન સંસદના અધ્યક્ષ ડેવિડ મારિયા સસૌલીને લખેલા પત્રમાં સ્પીકર બિરલાએ કહ્યું કે, 'આ કાયદો (CAA) અમારા પાડોસના દેશોમાં ધાર્મિક વિરોધનો શિકાર થયેલા લોકોને સરળતાથી નાગરિકતા આપવા માટે છે. તેનો ઉદ્દેશ્ય કોઈની નાગરિકતા લેવાનો નથી. ભારતીય સંસદના બંન્ને ગૃહમાં ચર્ચા બાદ તેને પાસ કરવામાં આવ્યો છે.'

બિરલાએ યૂરોપીય સંસદને ભારતમાં બનાવવામાં આવેલા કાયદાનું સન્માન કરવાની પણ વાત કરી છે. તેમણે લખ્યું છે, 'ઇન્ટર પાર્લ્યામેન્ટરી યૂનિયનના સભ્ય હોવાને નામે, આપણે એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ, ખાસ કરીને લોકતંત્રમાં. એક સંસદનું બીજી સંસદ પર નિર્ણય આપવો ખોટો છે, આ એવી પરંપરા છે જેનો સ્થાપિત સ્વાર્થો માટે ચોક્કસપણે દુરુપયોગ કરી શકાય છે. આ સંદર્ભમાં હું તમને પ્રસ્તાવિત રિઝોલ્યૂશન પર પુનર્વિચાર કરવાની ભલામણ કરીશ અને મને વિશ્વાસ છે કે આપણામાંથી કોઈ પણ અસ્વસ્થ ઉદાહરણ રજૂ કરશે નહીં.'

મહત્વનું છે કે ઈયૂ સંસદમાં પાછલા સપ્તાહે યૂરોપિયન ટૂનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ (જીયૂઈ/એનજીએલ) સમૂહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ બાદ મતદાન થશે. ભારતે તેનો પર આકરો વિરોધ વ્યકત કર્યો છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, નવો નાગરિકતા કાયદો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે.

(10:39 am IST)