Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રોના વાયરસ અને રૂપિયો નબળો પડતા સોના ચાંદીના ભાવમાં વધારો

કોરોના વાઇરસનું સંકટ વધવાથી ધારણામાં જોખમ વધ્યું: રૂપિયો નબળો પડતા કિંમતી ધાતુને ટેકો

નવી દિલ્હી : કોરોના વાઇરસે ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે પણ આ વાઇરસે્ લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં પણ દુનિયાના અર્થતંત્ર પર પણ અસર કરી છે. કોરોના વાઇરસની અસરને કારણે સેફ હેવનમાં રોકાણને લઇને ધારણા મજબુત બની છે અને સોનાનો ભાવ સોમવારે 133 રૂપિયા વધીને 41,292 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયો. HDFC સિક્યુરિટીઝની તરફથી મળેલી જાણકારી અનુસાર સોમવારે સોનું 41,159 રુપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યો હતો. આ જ રીતે ચાંદીની કિંમત પણ અઠવાડિયાના પહેલા સત્રમાં 238 રૂપિયા વધીને 47,2777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ હતી. ચાંદી પાછલા સત્રમાં 47,039 પર અટકી હતી.

HDFC સિક્યુરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું કે, "રૂપિયો નબળો પડવાથી દિલ્લીમાં 24 કેરેટ સોનાની વર્તમાન કિંમતમાં 133 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધારો નોંધાયો અને દિવસનાં કારોબારમાં રૂપિયા 11 પૈસા નબળો થયો. ચીનમાં કોરોના વાઇરસનું સંકટ વધવાથી ધારણામાં જોખમ વધ્યું છે અને સોનાની કિંમતો પણ ઉપર ગઇ છે. "

(12:00 am IST)