Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સીએએને લઇ નાગરિકતા માટે આવેદન આપતા સમયે ધર્મનો આધાર આપવો પડશે

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ગેર મુસ્લિમ શરણાર્થીઓને સંશોધિત નાગરિકતા કાનૂનને લઇ ભારતીય નાગરિકતા માટે આવેદન આપતા સમયે પોતાના ધર્મનો આધાર રજુ કરવો પડશે. અધિકારીઓએ સોમવારના જાણકારી આપી. હિન્દુ, શિખ, ઇસાઇ, બૌદ્ધ, જૈન અને પારસી આવેદકોએ  વાતનો પુરાવો પણ આપવાનો રહેશે કે તે ૩૧ ડિસે. ર૦૧૪ અથવા તેના પહેલા ભારતમાં આવ્યા હતા. એક સરકારી અધિકારીએ કહ્યું કે સીએએ ને લઇ જો ભારતીય નાગરિકતા ઇચ્છશે એમણે પોતાના ધર્મનો આધાર આપવો પડશે. અને સીએએને લઇ જારી થનારી નિયમાવલીમા એમનો ઉલ્લેખ કરવામાં આવે.

સીએએના અનુસાર ધાર્મિકના કારણે ૩૧ ડિસેમ્બર ર૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શિખો, બૌદ્ધો, જૈનો, અને પારસીઓ અને ઇસાઇઓ ગેરકાનુની પ્રવાસી નહી સમજવામા આવે અને એમને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સીએએને લઇ આસામમાં ભારતીય નાગરિકતા માટે આવેદન ઇચ્છૂક લોકોને ત્રણ મહિનાની સામેક્ષિક અવધિ પ્રદાન કરી શકે છે.

(12:00 am IST)