Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

શાહીનબાગ પહોંચી મશહૂર શાયર મુનવ્વર રાણાની પુત્રીઓઃ એફઆઇઆર માટે યોગી સરકારને આપ્યા અભિનંદન

દિલ્લીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરૃદ્ધ લગભગ ૪૦ દિવસથી પ્રદર્શન ચાલુ છે. મશહુર શાયર મુનવર રાણાની બંને પુત્રીઓ સુમૈયા અને ફોજિયા શાહીન બાગ પહોંચી અને લોકોને સંબોધન કર્યુ. આ દરમ્યાન ફોજિયાએ કહ્યું કે અમે લખનૌમાં ઘરણા કર્યા. અવાજ ઉઠાવવા પર ઉતરપ્રદેશ સરકારએ અમારા પર એફઆઇઆર અને ૪ અન્ય ધારાઓ લગાવી. ફોજિયાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા ઉતરપ્રદેશ સરકારને અભિનંદન આપ્યા.

ફોજિયાએ કહ્યું કે આજની તારીખમાં જયાં સુધી એફઆઇઆર સાબિત ન થાય તો આપ આપના હકક માટે અવાજ ઉઠાવી રહ્યા છો. આ ખતમ નહીથાય અને ન તો અમારે ખતમ કરવી છે. સુમૈયા અને ફોજિયા સીએએ વિરૃદ્ધ પ્રદર્શન કરી રહેલ મહિલાઓના સમર્થનમા પોતાના અવાજ બુલંદ કરવા પહોંચી. મુનવર રાણાની બન્ને પુત્રીઓ ઘંટાઘરમા સીએએ વિરૃદ્ધ થયેલ પદર્શનમા સામેલ હતી. લખનૌ પોલીસ મશહુર શાયર મુનવ્વર રાણાની બન્ને પુત્રીઓ વિરૃદ્ધ પણ કેસ દાખલ કર્યો હતો.

(12:00 am IST)