Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ખેડૂત હિત સાથે રાહુલ ગાંધીને કાઈ લેવા-દેવા જ નથી. તમારે માત્ર રાજનીતિ કરવી છે: જે, પી,નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે,પી,નડ્ડાએ જૂનો વિડિઓ મૂકીને રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર ખેડૂતોના મુદ્દાને લઈને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, આ શું જાદૂ થઈ રહ્યું છે રાહુલ? પહેલા તમે જે ચીજની ભલામણ કરી રહ્યાં હતા, હાલમાં તમે તેનો જ વિરોધ કરી રહ્યાં છો. દેશ હિત, ખેડૂત હિત સાથે તમારે કંઈ લેવા-દેવા જ નથી. તમારે માત્ર રાજનીતિ કરવી છે, પરંતુ તમારૂ દૂર્ભાગ્ય છે કે, હવે તમારૂ પાખંડ ચાલશે નહીં. દેશની જનતા અને ખેડૂત તમારૂ બેવડૂ ચરિત્ર જાણી ચૂક્યા છે.

તે ઉપરાંત જેપી નડ્ડાએ એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી લોકસભાની અંદર ફૂડ પાર્કને લઈને પોતાનું નિવેદન આપી રહ્યાં છે. વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે, કેટલાક વર્ષો પહેલા તેઓ યૂપીના પ્રવાસ પર હતા. એક ખેડૂતે મને પ્રશ્ન પૂછ્યું હતુ કે, અમે બટાકા વેચીએ છીએ બે રૂપિયા કિલો પરંતુ જ્યારે અમારા બાળકો ચિપ્સ ખરીદે છે તો દસ રૂપિયાનું પેકેટ આવે છે જેમાં એક બટાકુ હોય છે.ખેડૂતે પૂછ્યું જણાવો આ શું જાદૂ થઈ રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું, મેં ખેડૂતોને પૂછ્યું તમને શું લાગે છે. આના પાછળનું શું કારણ હોઈ શકે છે. તેમને કહ્યું કે, આનું કારણ તે હોઈ શકે છે કે, ફેક્ટરીઓ જે બને છે તે અમારાથી દૂર હોય છે. જો આપણે માલ સીધું ફેક્ટરીમાં વેચી શકીઓ તો વચોટીયાઓને ફાયદો થશે નહીં અને બધા પૈસા અમને મળશે. આ વિચાર જ ફૂડ પાર્ક પાછળ હતી.

રાહુલ ગાંધીએ કેટલાક સમય પહેલા જ આંદોલન કરી રહેલા ખેડૂતોને પ્રોત્સાહન આપવા દ્વારિકા પ્રસાદ માહેશ્વરીની એક કવિતાને નવા રૂપમાં સમર્પિત કરી હતી. તેમને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો, વોટર ગન કી બૌછાર હો યા ગીદડ ભભકી બજાર હો. તુમ નિડર ડરો નહીં, તુમ નિડર ડટો વહીં. વીર તુમ વઢે ચલો, અન્નદાતા તુમ બઢે ચલો.

શનિવારે ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો કેપ્શશનમાં લખ્યું- મિટ્ટી કા કણ-કણ ગૂંજ રહ્યાં છે, સરકાર કો સુનના પડેગા.

(6:34 pm IST)