Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રાજસ્થાનમાં ડોક્ટરોની હડતાલ પૂર્ણ :12 દિવસની હડતાલ બાદ સરકાર સાથે સમાધાન

પગારવધારા અને પ્રમોશનની હતી માંગણી ;હડતાલ દરમિયાન 40 લોકોના થયા મોત

જયપુર ;રાજસ્થાનમાં છેલ્લા 12 દિવસથી ચાલતી ડોક્ટરોની હડતાળ પૂર્ણ થઈ ગઇ છે. ડોક્ટરો પગાર વધારાની માગને લઇ અને પ્રમોશનની માગને લઈ છેલ્લાં 12 દિવસથી હડતાળ પર હતાં. ડોક્ટરો હડતાળ પર હતાં ત્યારે ઘણાં દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી.આ દરમિયાન આશરે 40 લોકોનાં મોત પણ થયાં હતાં. જો કે હાલ સરકાર અને ડોક્ટરો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાંથી હવે આ હડતાળ પાછી ખેંચાઈ ગઇ છે. તેમજ સરકારે એવી બાંહેધરી આપી છે કે તમામ ડોક્ટરો સામે લાગેલા કેસ પણ પરત ખેંચવામાં આવશે.

(12:18 am IST)