Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સરકારે આપ્યો ઝટકો :નાનીબચત યોજનાઓમાં વ્યાજદરમાં કર્યો ઘટાડો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે નવા વર્ષથી NSE, PPF સહિત નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કરવા નિર્ણય લીધો છે.આગામી જાન્યુઆરીથી માર્ચ સુધી વ્યાજદર 0.2 % જેટલાં ઓછા રહેશે.તાજેતરમાં નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનામાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે 5 વર્ષીય બચત યોજનાઓ પર વ્યાજદર 8.3 % જેટલો રહેશે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(NSC),સૂકન્યા સમૃધ્ધિ ખાતું,કિસાન વિકાસ પત્ર અને PPF જેવી યોજનાનાં વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના એપ્રિલ માસથી તમામ બચત યોજનાઓના વ્યાજદરો ત્રિમાસીક આધાર પર ઘટી રહ્યા છે.
અંગે જાહેર કરવામાં આવેલ નિર્દેશ મુજબ NSC પર 7.6%, KVP 7.3% વ્યાજદર મળવાપાત્ર થશે. સાથે સુકન્યા સમૃધ્ધિ ખાતા પર નવો વ્યાજદર 8.3% થી ઘટીને 8.1% જેટલો થવા પામ્યો હતો. સાથે એકથી પાંચ વર્ષ સુધી રાખવામાં આવતી ડિપોઝીટ પર વ્યાજદર 6.6% થી 7.4% અને પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 6.9% વ્યાજદર રહેશે

(11:53 pm IST)