Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફી નિર્ધારણ અંગેના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાશે

ભરાડ સ્કૂલ ખાતે ખાનગી શાળા સંચાલકોની તાકીદની બેઠકમાં લેવાયો નિર્ણય ;કાયદાની વિસંગતતા અંગે રાજ્યસરકારને પણ રજૂઆત કરાશે

રાજકોટ :ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ફી નિર્ધારણ કાયદામાં ગુજરાત હાઇકોર્ટે શાળા સંચાલકોને ફટકાર લગાવી વાલીઓ તરફે ચુકાદો આપ્યો છે ચુકાદા સામે ખાનગી શાળા સંચાલકો હવે ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે

  રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે આજે સાંજે ખાનગી શાળા સંચાલકોએ તાકીદની બેઠક કરી હતી જેમાં ગુજરાત રાજ્ય સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના ભરત ગાજીપરા,મેહુલભાઈ ભરડવા,ઔધેશભાઈ કાનગડ,દિલીપભાઈ સિંહાર,રાજુભાઈ પરીખ,વિજયભાઈ પટેલ,સહિતના ઉપસ્થિત રહ્યાં હતા

  ભરાડ સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં ફી નિયમનના કાયદામાં રહેલી કેટલીક વિસંગતતા અંગે રાજ્ય સરકારમાં રજૂઆતો કરવા અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણ્ય લીધો હતો

(11:03 pm IST)