Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભાજપને મ્હાત કરવા રાહુલ ગાંધી મંદિરના શરણે :રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મોટા મંદિરોની યાદી મંગાવાતું હાઇકમાન્ડ

નવી દિલ્હી :રાહુલ ગાંધીને મંદિર દર્શન અને હિંદુવેશ ફળીભૂત થઇ ગયો હોય તેવું કોંગ્રેસને લાગી રહયું છે ગુજરાતમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ચોટીલાથી માંડીને દ્વારકા અને અંબાજી સુધી મંદિર કરેલું ભ્રમણ મોડેલ હવે અન્ય રાજ્યમાં પણ લાગુ પડશે તેવા સંકેત મળે છે જાણવા મળ્યા મુજબ  AICC આગામી ચૂંટણી જ્યાં યોજાવાની છે ત્યાંના રાજ્યો પાસે પણ તેમનાં મોટા મંદિરોની માહિતી માગી છે.

  જાણવા મળ્યા મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પાસેનાં મોટા મંદિરો વિશેની માહિતી રાહુલ ગાંધીને આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

(9:53 pm IST)