Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દિલ્હીમાંથી રેલવેનું આજ સુધીનું સૌથી મોટુ ડુપ્લીકેટ ટીકીટનું કૌભાંડ ઝડપાયું : CBIએ કરી બે શખ્શોની ધરપકડ

નવી દિલ્હી : CBIએ દિલ્હીમાંથી રેલવેનું આજ સુધીનું સૌથી મોટુ ડુપ્લીકેટ ટીકીટનું કૌભાંડ ઝડપી લીધું છે. CBI દ્વારા આ મામલે દિલ્હીમાંથી આસીસ્ટન્ટ પ્રોગામર અજય ગર્ગ અને તેના મળતિયા અનિલ કુમાર ગુપ્તાની ધરપકડ કરી છે.

આ લોકો એક ખાસ પ્રકારના સોફટવેરની મદદથી દુપ્લીકાતે રેલવે ટીકીટ બનાવીને વેચતા હતાં. આ પેહલા આ બન્ને 2007 થી 2011 દરમ્યાન  રેલવે કેટરીંગમાં કામ કરતાં હતાં.

આ બન્ને વ્યક્તિઓ પાસેથી 89.42 લાખ રોકડા, 62 લાખના ઝવેરાત, 15 લેપટોપ, 15 હાર્ડડિસ્ક, 52 મોબાઈલ ફોન અને 24 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતા. આ સીવાય 10 નોટબુક, 6 રાઉટર્સ, 4 ડોંગલ, 19 પેન ડ્રાઈવ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ સીબીઆઇએ બન્નેને દિલ્હી કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી શરુ કરી છે.

આ મામલે દિલ્હી, મુંબઈ અને જોનપુર સહિત 14 સ્થળોએ CBIએ દરોડા પાડવાનું શરુ કર્યું છે. આ કૌભાંડમાં રુપિયાનું  મોટુ હવાલા નેટવર્ક પણ ચાલતુ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

(8:44 pm IST)