Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભાડામાં વધારો કરવાની કોઇ દરખાસ્ત નથી : રેલ્વે

રાજ્યસભામાં લેખિત ખાતરી અપાઈ

        નવીદિલ્હી, તા. ૨૭ : રાજ્યસભામાં આજે સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય રેલવેને ભાડામાં વધારો કરવાની કોઇ દરખાસ્ત મળી નથી. રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહેને માહિતી આપતા કહ્યું હતું કે, રેલવેને પેસેન્જર ટ્રાફિકમાં ૦.૬૮ ટકાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈ વચ્ચે ઉલ્લેખનીય વધારો નોંધાયો છે. ગયા વર્ષે આજ ગાળાની સરખામણીમાં એપ્રિલ-નવેમ્બર ૨૦૧૭ દરમિયાન મુંબઈ-દિલ્હી વચ્ચે ૦.૬૮ ટકા અને ૦.૯૯ ટકા વચ્ચેનો વધારો થયો છે. પેસેન્જર ટ્રાફિક અંગે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ખાસ ટ્રેનો અને તેમના ભાડાને લઇને રેલવે બિલકુલ સાવધાન છે. યાત્રી ભાડામાં વધારો કરવા માટેની હાલમાં કોઇ દરખાસ્ત નથી. ખાસ ચાર્જ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી ચુકી છે. સુવિધા ટ્રેનો પણ રેલવે દ્વારા દોડાવવામાં આવી રહી છે.

(8:20 pm IST)