Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

માલેગાંવ બ્લાસ્ટમાં લેફ્ટી કર્નલ પુરોહિત, સાધ્વી સામે કેસ ચાલશે

આઈપીસી અને યુએપીએની કલમ હેઠળ કેસ ચાલશે : તમામ આરોપીઓને આંશિક રાહત મળી કારણ કે મકોકા હેઠળ કેસ ચાલશે નહીં : હાલમાં તમામ આરોપીઓ જામીન પર : ૧૫મી જાન્યુઆરીએ સુનાવણી

નવીદિલ્હી, તા. ૨૭ : વર્ષ ૨૦૦૮ના સનસનાટીપૂર્ણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં લેફ્ટી કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને આજે મોટી રાહત મળી હતી. કારણ કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ) દ્વારા આ મામલામાં તમામ આરોપીઓની સામે ચાલી રહેલા કેસને જારી રાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ પુરોહિત અને પ્રજ્ઞા સહિત બાકીના આરોપીઓની સામે મકોકા, આર્મ્સ એક્ટ અને ગેરકાયદે ગતિવિધિ અટકાયત ધારાની કલમ ૧૭, ૨૦ અને ૧૩ હેઠળ કેસ ચલાવવામાં આવશે નહીં. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસના સંબંધમાં તમામ આરોપીઓને આજે મોટી રાહત મળી ગઈ હતી. માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટી કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિતની સામે આઈપીસીની કલમ ૧૨૦બી, ૩૦૨, ૩૦૭, ૩૦૪, ૩૨૬, ૪૨૭, ૧૫૩એની સાથે યુએપીએની કલમ ૧૮ હેઠળ કેસ ચલાવવામાં આવશે. આ મામલાના આરોપીઓ હવે જામીન પર છે. અત્રે નોંધનીય છે કે, ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે માલેગાંવ બ્લાસ્ટમાં સાત લોકોના મોત થયા હતા. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાની સાથે કર્નલ પુરોહિત પણ આરોપી છે. સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત બંને જામીન ઉપર ચાલી રહ્યા છે. મામલાની આગામી સુનાવણી મુંબઈમાં એનઆઈએની કોર્ટમાં હાથ ધરાશે. કોર્ટે અતિમહત્વપૂર્ણ તારણો પણ આપ્યા છે. નવા ચાર્જ આઈપીસી હેઠળ દાખલ કરવામાં આવશે. જો કે, ડિસ્ચાર્જ કરવાની અપીલને ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાંથી લેફ્ટી કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા, સમીર કુલકર્ણી, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદીને નિર્દોષ છોડી મુકવાની અપીલને ફગાવી દેવાઈ છે. જો કે, રાકેશ દાવડે અને જગદીશ મહાત્રે સામે આર્મ્સ એક્ટ હેઠળ ટ્રાયલ ચાલશે. કોર્ટે બ્લાસ્ટ કેસમાંથી પ્રવિણ તકલકી, શ્યામલાલ સાહૂ અને શિવનારાયણ કલસાંગરાને નિર્દોષ છોડી દીધા છે. તમામ આરોપીઓ જામીન ઉપર છે.

તમામ અગાઉના બોન્ડ અને બાંહેધરી ચાલું રહેશે. ગયા સપ્તાહમાં કોર્ટે પ્રોસીક્યુશનને પડકાર ફેંકતી લેફ્ટી કર્નલ પુરોહિત અને સમીર કુલકર્ણી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં યુએપીએની જોગવાઈ હેઠળ ખટલો ચલાવવાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. પુરોહિત અને કુલકર્ણીને ૨૨મી ઓગસ્ટ ૨૦૧૭થી જામીન મળેલા છે. તે વખતે સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો. એપ્રિલ ૨૦૧૧માં એનઆઈએ દ્વારા તપાસ મહારાષ્ટ્રીય એટીએસ પાસેથી પોતાના હાથમાં લેવામાં આવી હતી.

માલેગાવ બોમ્બ બ્લાસ્ટ ૨૦૦૮ પ્રોફાઇલ.......

       નવી દિલ્હી,તા.૨૭ : વર્ષ ૨૦૦૮ના સનસનાટીપૂર્ણ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં લેફ્ટી કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને આજે મોટી રાહત મળી હતી. કારણ કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ) દ્વારા આ મામલામાં તમામ આરોપીઓની સામે ચાલી રહેલા કેસને જારી રાખવાનો નિર્ણય કર્યો છે પરંતુ પુરોહિત અને પ્રજ્ઞા સહિત બાકીના આરોપીઓની સામે મકોકા, આર્મ્સ એક્ટ અને ગેરકાયદે ગતિવિધિ અટકાયત ધારાની કલમ ૧૭, ૨૦ અને ૧૩ હેઠળ કેસ ચલાવવામાં આવશે નહીં. કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

સ્થળ               :   માંલેગાવ, મહારાષ્ટ્ર, મોડાસા,ગુજરાત

તારીખ              :   ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮

હુમલાનો  પ્રકાર    :   બોમ્બ બ્લાસ્ટ

હથિયાર            :   ઓછી તીવ્રતાના ક્રુડ બોમ્બ

મોત                :   ૭-૮

ઘાયલ              :   ૮૦

શંકાસ્પદ હુમલાખોરો    :       અભિનવ ભારત, અન્ય હિન્દુ જુથ

(7:34 pm IST)