Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

૧ જાન્યુઆરી ૨૦૧૮થી આ બેંકોના ચેક નહીં ચાલે

૩૧ ડિસેમ્બર પછી અમાન્ય

નવી દિલ્હી : ૧ જાન્યુઆરીથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો માટે નવા નિયમો લાગુ થઈ જશે. જે લોકો પાસે SBIમાં મર્જ થઈ ચુકેલી બેન્કોની ચેકબુક હોય તે અત્યારથી બદલાવી લે. આ બેન્કોની જૂની ચેકબુક અને IFSC  કોડ ૩૧ ડિસેમ્બર પછી માન્ય નહીં હોય.

પહેલી જાન્યુઆરીથી SBIની અસોસિએટ બેન્કોના જૂના ચેક અમાન્ય થઈ જશે. એટલે કે જે બેન્કો SBI સાથે મર્જ થઈ ગઈ છે, તેમની ચેકબુક હવે કોઈ કામની નહીં રહે. SBIના આદેશ અનુસાર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર અને જયપુર, સ્ટેટ બેન્ક ઓફ રાયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેન્કના ખાતાધારકોએ નવી ચેકબુક માટે અરજી કરવાની રહેશે. નવી ચેકબુક માટે તમે SBIની બ્રાન્ચ, SBI ખ્વ્પ્ અથવા મોબાઈલ એપ પર અરજી કરી શકો છો. SBIએ મોટા શહેરોની અમુક બ્રાન્ચના નામ, બ્રાન્ચ કોડ અને IFSC કોડ પણ બદલી કાઢ્યા છે. માટે કોઈ પણ જગ્યાએ IFSC  કોડની જાણકારી આપતા પહેલા એક વાર પોતાના બેન્કનો IFSC  કોડ ફરીથી ચકાસી લો.

(3:55 pm IST)