Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નવા વર્ષે બાઇકની ખરીદી મોંઘી બનશે

દરેક મોડલ પર સરેરાશ લગભગ ૪૦૦ રૂપિયા જેટલો વધારો થશે

નવી દિલ્હી તા.૨૭ : દેશની ટોચની ટૂ વ્હીલર કંપની હીરો મોટોકોર્પ નવા વર્ષે એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૧૮થી પોતાનાં મોટરસાઈકલ્સની એકસ શોરૂમ કીંમતોમાં વધારો કરવાની છે. દરેક મોડલ પર સરેરાશ લગભગ ૪૦૦ રૂપિયા જેટલો વધારો થશે. ફકત હીરો મોટોકોર્પ જ નહીં, અન્ય મોટરસાઈકલની કંપનીઓ પણ પોતાનાં માઙ્ખડલ્સની કિંમતોમાં વધારો કરી શકે છે. આ વર્ષ પૂર્ણ થતા પહેલા આઙ્ખટો કંપનીઓ પોતાનાં સ્ટોક કિલયર કરવા માંગે છે, જેથી અલગ-અલગ પ્રકારની ઓફર્સ પણ આપી રહી છે.

નવી વર્ષમાં જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તે પણ તમને મોંદ્યી પડી શકે છે. હીરોએ મે મહિનામાં પોતાના વાહનોની કિંમતમાં ૫૦૦ થી લઈને ૨,૨૦૦ સુધીનો ભાવ વધારો ઝીંકયો હતો. કંપનીનાં જણાવ્યાં અનુસાર બાઈક બનાવવા માટે જરૂરી કાચા માલની કિંમતનાં ભાવ વધવાનાં કારણે બાઈકસની કિંમતમાં પણ વધારો થશે.

કેટલાક દિવસ પહેલા જ હીરો મોટોકોર્પે પોતાની ત્રણ નવી કમ્પ્યુટર બાઈકસ, સુપર સ્પ્લેન્ડર, પેશન પ્રો અને પેશન એકસ પ્રો પરથી પરદો હટાવ્યો હતો. આ ત્રણે મોડલ્સને કંપની રિવાઈઝડ સપ્રાઈસ સાથે લોન્ચ કરી શકે છે. હીરો કંપની એડવેન્ચર મોટરસાઈકલ સેગમેન્ટમાં પણ આગળ વધવાની ફિરાકમાં છે. આ સેગમેન્ટમાં હીરો XPluse બાઈક લોન્ચ કરશે. બજાજ પણ નવા વર્ષમાં બાઈકસની કિંમતોમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી ચૂકયું છે.

(3:54 pm IST)