Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અભિનંદન ભાઈ

રાજકોટ : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું બીજુ રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું. જેમાં સ્પોર્ટ્સ અને બોલિવૂડની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. પ્રસંગે રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યો હતો. તેણે વિરાટ કોહલીના આ રિસેપ્શનની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, અભિનંદન ભાઇ અને ખુશ રહો તેવા આશિર્વાદ. આ પ્રસંગે જાડેજા અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.

(4:34 pm IST)