Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વિરૂષ્કાના રિસેપ્શનમાં ક્રિકેટરો- બોલીવુડની સેલીબ્રીટીઓની હાજરી

મુંબઇઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું બીજુ ગ્રાન્ડ રિસેપ્શન  ગઇરાતે મુંબઇની સેન્ટ રેગિંસ હોટલમાં યોજાયુ હતું. જેમાં ક્રિકેટ જગતથી લઇ બોલિવુડ જગતની  હસ્તીઓ  સામેલ થઇ હતી. વિરાટ-અનુષ્કાના આ ભવ્યાતિભવ્ય રિસેપ્શનમાં નીતા અંબાણી પુત્ર આકાશ સાથે પહોચ્યા હતા. જયારે આ રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ પણ આવી હતી. રિસેપ્શનમાં વિરાટ કોહલી ક્રીમ કલરના ટ્રાઉઝર સાથે નેવી બ્લૂ કોટમાં જોવા મળ્યો હતો જયારે અનુષ્કા સ્લીવલેસ ચોલી અને લહેંઘામાં જોવા મળી હતી.

- વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં ક્રિકેટ જગતમાંથી સુનીલ ગાવસ્કરથી લઇ સચિન તેંડુલકર, ધોની અને જસપ્રિત બુમરાહ જાડેજા સહિતના ક્રિકેટર્સ આવ્યા હતા.  પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલ પત્ની સાથે સુનીલ ગાવસ્કર પત્ની સાથે  ભારતના પૂર્વ કોચ અનિલ કુંબલ લે પત્ની સાથે  પાર્થિવ પટેલ , મુનાફ પટેલ, પ્રવીણ કુમાર,  સબા કરીમ, મોહમ્મદ સિરાજ,  હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ, આશિષ નેહરા, યુવરાજ સિંહ  પૂર્વ કેપ્ટનસૌરવ ગાંગુલી  તેમજ  વર્તમાન ક્રિકેટ ટીમના તમામ ખેલાડી હાજર રહ્યાં હતા. જો કે આ રિસેપ્શનમાં હાર્દિક પંડ્યાનજરે પડ્યો નહતો. હાર્દિક તેના ભાઇ કૃણાલના લગ્ન હોવાથી તેમાં વ્યસ્ત હોવાને કારણે આવી શકયો નહતો.

 બોલીવુુડ જગતમાંથી બીગબી   દીકરી શ્વેતા સાથે જયારે અભિષેક બચ્ચન પત્ની એશ્વર્યા સાથે, શાહરૃખ ખાન પત્ની ગૌરી સાથે  માધુરી દિક્ષીત,રેખા, કંગના રાનાવત, શ્રીદેવી પતિ બોની કપૂર સાથે,કેટરિના કૈફ, સારા અલી ખાન ભાઇ ઇબ્રાહીમ અલી ખાન   આ સીવાય રણબીર કપૂર, કરણ જોહર,સિદ્ઘાર્થ મલ્હોત્રા, વરૃણ ધવન હાજર રહ્યાં હતા.

(3:48 pm IST)