Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાશ્મીરમાં ચાલુ વર્ષે ૧૧૭ યુવક આતંકી સંગઠનમાં જોડાઇ ગયા

નવી દિલ્હી તા. ૨૭ : ઓપરેશન ઓલ આઉટમાં ૨૦૫ આતંકીઓ ઠાર થયા છે. તેમ છતાં આતંકી ફંડીંગ સામે કાર્યવાહી કરતી રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) સ્થાનિક યુવકોની આતંકી સંગઠનમાં સતત ઉઠ્ઠક રહેલી ભરતીને અટકાવી શકી નથી. ત્યોરે આ વર્ષે કાશ્મીરમાં જ ૧૧૭ યુવકો વિવિધ આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. જે અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી વધુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૧૬માં જયારે કાશ્મીરમાં કાનુન વ્યવસ્થા સામે સંકટની સ્થિતિ ઉભી થઈ હતી.ત્યારે દરેક ગલીઓ અને મહોલ્લામાં રાષ્ટ્ર વિરોધી દેખાવો ખુલેઆમ થયા હતા. અને તે સમયે પણ ૮૮ સ્થાનિક યુવકો આતંકી બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૭માં પહેલી જાન્યુઆરીથી નવેમ્બરના અંત સુધીમાં ૧૧૭ સ્થાનિક યુવક આતંકી બની ગયા હતા. જેમાં સાત યુવક ડિસેમ્બરમાં જ આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે.

આ અંગે મળેલા આંકડા અનુસાર અનંતનાગમાંથી ૧૨, પુલવામામાથી ૪૫, શોપિયામાંથી ૨૪ અને કુલગામથી ૧૦ યુવક આતંકવાદી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્ત્।ર કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી ચાર, બારામુલા અને સોપોરમાંથી છ યુવક આતંકી બની ગયા છે. જયારે બયડદાપોરના સાત યુવકોએ પણ આતંકવાદની રાહ પકડી છે.

દરમિયાન શ્રીનગર જિલ્લામાંથી પાંચ યુવકો તેમના ઘેરથી ફરાર થઈને આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા છે. આ સિવાય બડગામ જિલ્લામાં પણ ચાર યુવકો આતંકી બની ગયા છે. આ રીતે ૨૦૧૭નુ વર્ષ આતંકી સંગઠનો માટે સૌથી વધુ ઉપજાઉ રહયુ. આ અગાઉ ૨૦૧૦માં ૫૪ અને ૨૦૧૧માં ૨૩, ૨૦૧૨માં૨૧ અને ૨૦૧૩માં ૧૬ યુવક, ૨૦૧૪માં ૫૩ અને ૨૦૧૫માં ૬૬ યુવક આતંકી સંગઠનમાં સામેલ થયા છે.

(4:40 pm IST)