Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટાઇગર સલમાનનો આજે જન્મદિન

સ્વાગત નહિ કરોગે હમારા... શુભેચ્છા ઓનો વરસાદ :પનવેલ ફાર્મહાઉસ ખાતે બર્થ-ડે ઉજવશેઃ ફિલ્મસ્ટારો હાજરી આપશે

મુંબઈ, તા.૨૭: બોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડમાં હાલના સૌથી મોટા સ્ટાર તરીકે તેને ગણવામાં આવે છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર છેલ્લા ઘણા સમયથી ધૂમ મચાવી રહી છે. સોસીયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ સલમાનને શુભેચ્છા આપનાર ચાહકોની સંખ્યા ખૂબ મોટી રહી છે. સવારથી જ સલમાન ઉપર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. સ્ટાર સલમાન ખાનની છેલ્લે રજૂ કરવામાં આવેલી ટાઇગર જિન્દા હે રેકોર્ડ સફળતા મેળવી રહી છે. થોડાક દિવસમાં જ તે ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચુકી છે. આજે સલમાને તેના ૫૨મા જન્મદિવસની ઉજવણી કરી હતી. કેટરીના કેફ સાથે સલમાને જન્મદિવસની ઉજવણી કરી હતી.

 સલમાન મોટા ભાગે તેના જન્મદિવસની ઉજવમી પાનવેલ ખાતે જ કરે છે. જ્યાં તે પરિવારના સભ્યો સાથે કેટલાક દિવસ રોકાય છે. તેની ટ્યુબલાઇટ ફ્લોપ રહી હતી. તે પહેલા  પ્રેમ રતન ધન પાયો અને બજરંગી ભાઈજાન પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.સલમાન કોમર્શિયલ રીતે સુપર સ્ટાર તરીકે રહ્યો છે. સલમાને તેના સ્પર્ધક શાહરૂખખાન અને આમીરખાનને ખુબ પાછળ છોડી દીધા છે. તે હાઇએસ્ટ કમાણી કરનાર સેલિબ્રિટીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. સલમાને પાનવેલ ફાર્મહાઉસ ખાતે પોતાના ભત્રીજા અહિલ સાથે ૫૨માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. દબંગ, દબંગ-૨, રેડ્ડી, એક થા ટાઈગર અને કિક બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે.

હાલનો બોલીવુડનો સુલ્તાન સૌથી સફળ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. ૨૭મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલો સલમાન જાણીતા પટકથાકાર સલીમ ખાનનો પુત્ર છે. સલમાને પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બીબી હો તો ઐસી મારફતે કરી હતી પરંતુ તેની મુખ્ય અભિનેતાવાળી પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રહી હતી જેમાં તેને ફિલ્મ ફેર એવોર્ડ બેસ્ટ ડેબ્યુનો જીતી ગયો હતો. ત્યારબાદ તેની તમામ ફિલ્મો સુપર હિત સાબિત થઈ છે જેમાં ૧૯૯૧માં રજૂ થયેલી સાજન, ૧૯૯૪ની હમ આપ કે હૈ કોન, ૧૯૯૫ની કરણ અર્જુન, ૧૯૯૯ની હમ સાથ સાથ હૈનો સમાવેશ થાય છે. સલમાનના જન્મદિવસની પાર્ટી મોડે સુધી ચાલનાર છે.

સલમાન અંગે રસપ્રદ બાબત

વર્ષ ૨૦૧૬માં સુલ્તાન ફિલ્મને રેકોર્ડ સફળતા : બોલીવૂડના સુલ્તાન સલમાન ખાને ૫૨ વર્ષ પૂરા કર્યા

મુંબઈ,તા.૨૭ : સલમાન ખાનના જન્મ દિવસે ચાહકોએ આજે સવારથી જ શુભેચ્છાઓ પાઠવવાની શરૂઆત કરી હતી. ઘણી જગ્યાઓએ સલમાનના ચાહકોએ જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા. સલમાનની રસપ્રદ બાબતો નીચે મુજબ છે.સલમાન એક હીરો નહીં બલ્કે એક નિર્દેશક બનવા ઇચ્છુક હતો પરંતુ તેની ખૂબસુરતીના કારણે તેને હીરો તરીકે લેવા નિર્માતા નર્દેશકો ઇચ્છુક હતા.

*  ૧૯૮૮માં સહાયક અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ બીબી હો તો ઐસી રજૂ થઈ હતી. ફિલ્મમાં ફારુક શેખ અને રેખાની મુખ્ય ભૂમિકા હતી

*  ૧૯૮૯માં અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રજૂ થઈ હતી

*  આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ચૂકી હતી

*  ફિલ્મ રજૂ થતા પહેલા સલમાનની સંગીતા બિઝલાની સાથે રોમાન્સની ચર્ચા હતી

*  વર્ષ ૨૦૦૪માં પીપલ્સ મેગેઝિને સલમાનને બેસ્ટ લુકીંગ મેન ઇન ધ વર્લ્ડની યાદીમાં ભારતમાં પ્રથમ સ્થાને મૂક્યો

*  સલમાન ધર્મેન્દ્રનો હમેશા ચાહક રહ્યો છે. આજે પણ સલમાનના પસંદગીના અભિનેતા તરીકે ધર્મેન્દ્ર જ છે

*  સલમાન ધર્મેન્દ્રની સાથે પ્યાર કિયા તો ડરના ક્યાંમાં કામ કરી ચૂક્યો છે

*  એમ કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં કામ કરવા માટે એક પણ રૂપિયો લીધો ન હતો

*  ધર્મેન્દ્રનું કહેવું છે કે સલમાન તેને પોતાની જવાનીના દિવસો યાદ અપાવે છે

*  હેમામાલિનીને સલમાન પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે

*  બોક્સ ઓફિસ ઉપર સલમાનની લોકપ્રિયતા તમામ કલાકારો કરતા વધુ રહી છે

*  સલમાન અને શાહરૂખ ખાન વચ્ચેની દુશ્મની તમામમાં જાણીતી રહી છે

*  સલમાન અને આમિર ખાનની મિત્રતા ખૂબ જાણીતી રહી છે

*  વર્ષ ૨૦૦૬માં દિવાળી ઉપર સલમાનની જાનેમન અને શાહરૂખની ડૉન ફિલ્મ રજૂ થઈ હતી. એ વખતે સલમાન અને શાહરૂખની મિત્રતા મજબુત હતી.

*  અનેક અભિનેત્રીઓ સાથે તેના પ્રેમ સંબંધની ચર્ચા રહી છે જેમાં સોમી અલી બાદ અશ્વૈર્યા રાયનો પણ સમાવેશ થાય છે

*  સલમાન અને ઐશ્વર્યાના સંબંધ તૂટ્યા બાદ વિવેક સાથે સલમાનની બોલાચાલી થઈ હતી

*  વિવેકે સલમાનની માફી માગી હતી પરંતુ વિવેકને સલમાને હજુ સુધી માફ કર્યો નથી

*  સલમાનના નજીકના લોકોનું કહેવું છે કે જો તે કોઈના ઉપર ગુસ્સે થાય છે તે સરળતાથી માફ કરતો નથી

*  કેટરીના કૈફ સાથે તેના સંબંધ રહી ચૂક્યા છે. કેટરીનાની કેરિયરમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે

*  સલમાનને એવોર્ડ ઉપર વિશ્વાસ નથી

*  દબંગ-૨, એક થા ટાઈગર, દબંગ, વોન્ટેડ, રેડ્ડી અને બોડીગાર્ડ જેવી ફિલ્મોની સફળતાથી સલમાન હાલનો સૌથી મોટો સ્ટાર બન્યો છે

*  સલમાન પોતાના પિતાથી ખૂબ ડરે છે. સલમાન હમેશા ફિટનેશ જાળવી રાખવા કસરતમાં વ્યસ્ત રહે છે

*  રિતીક રોહિત સહિત ઘણા કલાકારો તેની ફિટનેશની ટિપ્સ લઈ ચૂક્યા છે

*  સલમાનના પિતા મુસ્લિમ અને માતા હિંદુ છે

*  સલમાન દરેક તહેવારની ઉજવણી શાનદાર રીતે કરે છે

*  અનેક સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ જોડાયેલો છે અને ખૂબ મદદ કરે છે

*  સલમાન હમેશા મોંઘી ચીજવસ્તુ પોતાના મિત્રોને આપે છે

*  સલમાનના બિગ બોસ અને દસ કા દમ શોએ પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે

*  સલમાન ખાનને હાલમાં જ હિટ એન્ડ રન કેસમાં મુક્તિ મળી ચુકી છે અને તે આરોપમાંથી નિર્દોષ છુટી ગયો છે

*  શિકાર કેસમાં સલમાન ખાન જેલમાં પણ રહી ચૂક્યો છે

*  સલમાનનું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે

*  સલમાનની ૨૦૧૫માં પ્રેમ રતન ધન પાયો અને બજરંગી ભાઈજાન રજૂ થઇ છે અને    બન્ને ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી ગઉ હતી

*  સલમાનની ૨૦૧૬માં સલમાન ખાનની સુલ્તાન ફિલ્મ રજૂ કરાઇ હતી, જે બોક્સ ઓફિસ પર ૩૪૦ કરોડની કમાણી કરી ગઇ હતી.

સલમાનની પ્રોફાઇલ

 

નામ

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન

જન્મ તારીખ

૨૭મી ડિસેમ્બર ૧૯૬૫

હાલની વય

૫૨

જન્મ સ્થળ

ઇંદોર, મધ્ય પ્રદેશ

નિવાલ સ્થાન

બાંદ્રા, મુંબઈ

પ્રોફેશન

ફિલ્મ અભિનેતા, મોડલ

સક્રિય વર્ષો

૧૯૮૮

ધર્મ

ઇસ્લામ

માતા-પિતા

સલીમ ખાન, સુશીલા ચારક

સંબંધિ

અરબાઝ ખાન (ભાઈ)

 

શોહીલ ખાન (ભાઈ)

 

મલિકા અરોરા ખાન (ભાભી)

આવતા વર્ષે રેસ-૩ રિલીઝ થશે

મુંબઈ,તા. ૨૭ : વર્ષ ૨૦૧૮માં પણ સલમાન ખાન કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જેમાં  રેસ-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ નિર્દેશન રેમો ડિસુઝા કરી રહ્યા છે. ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને ડેઝી શાહ કામ કરી રહી છે. ફિલ્મમાં બોબી દેઓલ અને પુજા હેગડે પણ નજરે પડનાર છે. તેની છેલ્લી ફિલ્મ ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે.  રેસથી પણ સારી અપેક્ષા છે.

(3:37 pm IST)