Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

દિલ્હીના લોકલ ગુંડાઓ પાસે છોટા રાજનને મરાવવાનું દાઉદનું ષડયંત્ર

જો કે જેલમાં રાજનને સુરક્ષિત રીતે રખાયો છે

નવી દિલ્હી તા. ૨૭ : શું દિલ્હીના ટોપ ગેંગસ્ટર નીરજ બવાના ડી કંપનીના ઈશારા પર અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને તિહાડ જેલની અંદર મારવાનો પ્લાન બનાવી રહી હતી? તિહાડના તંત્રને બે અઠવાડિયા પહેલા મળેલી અંગત માહિતી આ તરફ ઈશારો કરે છે. આ પછી રાજનની સુરક્ષીની સમીક્ષા કરવામાં આવી. મળતી માહિતી મુજબ, રાજનને મારવા માટે ડી કંપનીની હાલની કોશિશ એ વખતે નિષ્ફળ ગઈ જયારે બવાનાના સહયોગીઓએ દારૂના નશામાં એ વાત પોતાના સહયોગીઓને કહી દીધી. આ માહિતી એજન્સી સુધી પહોંચી જેને રાજનની સુરક્ષામાં લાગેલા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી.

બવાનાને હટાવવાના કેટલાક દિવસો પહેલા જ તેના બેરેકમાંથી મોબાઈલ ફોન મળ્યા હતા. રાજનને મુંબઈ કે મહારાષ્ટ્રની કોઈ જેલમાં એટલા માટે નથી રખાયો કારણ કે અધિકારીઓનું માનવું છે કે દાઉદ ઈબ્રાહિમ માટે આ અતિ સુરક્ષિત જેલમાં રાજન પર હુમલો કરાવવો કઠીન થઈ ગયો છે. તિહાડ તંત્રનું કહેવું છે કે રાજનને સખત સુરક્ષાની વચ્ચે રાખવામાં આવ્યો છે અને બવાના માટે રાજન પર હુમલો સરળ નથી. એક અધિકારીએ જણાવ્યું, 'રાજનને સેલ જેલ નંબર-૨ના સૌથી અંતિમમાં રાખાયો છે. જયારે બવાનાને અલગ એક હાઈ રિસ્ક વોર્ડમાં રખાયો છે. રાજનની સુરક્ષામાં વિશેષ વેરિફાઈડ ગાર્ડ અને કુક રખવામાં આવ્યા છે અને તેની તપાસ બીજા ગાર્ડ કરે છે.'

તિહાડ જેલના એક સૂત્રએ જણાવ્યું કે એક સહયોગીએ નવેમ્બર મધ્યમાં જેલની બહાર આવ્યા પછી માહિતી સામે આવી હતી. રાજનની સુરક્ષાને મુખ્ય પ્રાથમિકતા પર રખાયો છે, કારણ કે ડી કંપની દિલ્હી-NCRના સ્થાનિક ગુંડાના માધ્યમથી તેને મારવાની ફિરાકમાં છે. જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજન પર કોઈ રીતે હુમલો ડી કંપની માટે પ્રતીકાત્મક જીત જેવો હશે અને ભારતની સુરક્ષા પ્રતિષ્ઠાનને ઝાટકો લાગશે. જયારે વિજય માલ્યા જેવા ભાગેડુ તિહાડ અને બીજી જેલોની સુરક્ષા સામે સવાલ ઉઠાવી રહ્યા છે, અમે રાજન સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની ખાનગી માહિતીઓને સરળતાથી ન લઈ શકીએ.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ બાદ કથિત રૂપે ડી કંપનીને છોડ્યા બાદ દાઉદ રાજનને મારવાની કોશિશ કરી રહ્યો છે. પહેલી કોશિશ બેંકોકના એક એપાર્ટમેન્ટમાં કરાઈ હતી જયાં ચાર લોકો ફલેટમાં ઘૂસી આવ્યા હતા.

(10:23 am IST)