Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સંપત્તિ જાહેર કરો નહિતર પ્રમોશન નહિ

મોદી સરકારે ૫૦૦૦થી વધુ IAS અધિકારીઓને આપી ચેતવણી

નવી દિલ્હી તા. ૨૭ : દેશનાં તમામ IAS અધિકારીઓને આવતા મહિના સુધીમાં પોતાની સંપત્ત્િ।ની જાહેરાત કરવા માટે મોદી સરકાર દ્વારા કહેવાયું છે. સરકારે આ અધિકારીઓને ચેતવણી આપી છે કે, જો તેઓ આવતા મહિના સુધીમાં સંપત્તિ જાહેર નહીં કરે તો તેમને પ્રમોશન નહીં અપાય તેમજ વિદેશી પોસ્ટીંગ માટે જરૂરી વિજીલન્સ કિલયરન્સ નહીં અપાય. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) એ તમામ કેન્દ્રિય સરકારના વિભાગો, રાજયો અને સંઘપ્રદેશોને ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી આઇએએસ અધિકારીઓની પાસેની અચલ સંપત્તિ રિટર્ન્સ રજુ કરવા જણાવ્યું છે.

વધારાના સચિવ પી.કે.ત્રિપાઠીએ કહ્યું કે ૪ એપ્રિલ ૨૦૧૧ના ડીઓપીટીના આદેશને ધ્યાનમાં રાખીને આ સુચન દોહરાવ્યું છે કે સમય સમયે આઇપીઆર રજુ કરવામાં નિષ્ફળ જનારાઓને વિજિલન્સ કિલયરન્સ નહીં અપાય. ૨૦૧૧ના આદેશ મુજબ જે અધિકારીઓએ ૧ જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે પોતાના આઇપીઆર જમા નહીં કરાવે તેને સતર્કતા મંજુરી નહીં અપાય. ભારત સરકારના વરિષ્ઠ સ્તરના પદો માટે પ્રમોશન અને પેનલ માટે વિચારણા કરાશે નહીં.

એક વરિષ્ઠ ડીઓપીટી અધિકારીએ કહ્યું કે જે લોકો સમયસર સંપત્તિની વિગતો નહીં આપશે, તેમના માટે કેન્દ્રિય પોસ્ટીંગ સહિત કેન્દ્ર સરકારના કોઇ પણ પદ માટે વિચાર કરાશે નહીં. ડીઓપીટીના તાજા આંકડા મુજબ દેશભરમાં ૫૦૦૪ આઇએએસ અધિકારીઓ છે.

(10:15 am IST)