Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

બાબા રામદેવ તાકાત હોય તો પતંજલિના કોન્ડોમ બનાવોઃ રાખી

મુંબઇ તા. ૨૭ : ચર્ચામાં કંઈ રીતે રહેવું તે કોઈ રાખી સાવંત પાસેથી શીખો. હાલમાં જ તેણે વિરાટ કોહલીના લગ્નથી તેનું દિલ તૂટી ગયું હોવાી વાત જાહેરમાં કરી હતી. એટલું જ નહીં તેણે વિરાટ અને અનુષ્કાએ કોન્ડોમ ગિફટ કરવાની ઈચ્છા વ્યકત કરી છે.

થોડા દિવસ પહેલા રાખીએ ટીવી પર કોન્ડોમની જાહેરાતની સમય મર્યાદા નક્કી કરવાની ગાઈડલાઈન સામે વિરોધ નોંધાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે આ નિયમ તેની જાહેરાત આવવાની હોવાથી આ સમય મર્યાદા લગાવવામાં આવી રહી છે.

હવે રાખી સાવંતે કોન્ડોમને લઈને ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. આ વખતે રાખીએ બાબા રામદેવને પતંજલિના કોન્ડોમ લોન્ચ કરવાની ચેલેન્જ આપી છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે કહી રહી છે, 'બાબા રામદેવ જી, જો તમારામાં દમ હોય તો પતંજલિના કોન્ડોમ બનાવો.'

(10:15 am IST)