Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉ.ભારતમાં કાતિલ ઠંડીઃ કારગીલમાં માઇનસ ૧પ.૪ ડીગ્રી

દિલ્‍હીમાં થોડી રાહત પરંતુ શુક્રવારથી ઠંડી વધશેઃ હરિયાણામાં ઠંડીથી એકનું મોત

નવી દિલ્‍હી તા.ર૭ : સમગ્ર ઉતર ભારતમાં હાર્ડ થીજાવતી ઠંડી પડી રહી છે જેને કારણે કાશ્‍મીર ખીણમાં તાપમાન શુન્‍ય સુધી પહોંચી ગયુ છે. કારગીલમાં માઇનસ ૧પ.૪ ડીગ્રી, લેહમાં માઇનસ ૧ર.૭ ડીગ્રી, હિમાચલના કેલેંગમાં માઇનસ ૮.૬ ડીગ્રી તાપમાન રહ્યુ છે. પંજાબના આદમપુરમાં ૩.૭, હરિયાણાના હિસ્‍સારમાં ૬.૧, અમૃતસર પ.૪, યુપીના મુઝફફરનગરમાં ૩.૪ આ સિવાય ગોરખપુર, ફૈઝાબાદ, કાનપુર, લખનઉમાં પણ તાપમાન ઘટી ગયુ છે.

નિષ્‍ણાંતોના કહેવા મુજબ જમ્‍મુ-કાશ્‍મીર ઉપર પヘમિી વિક્ષોભ સક્રિય છે. જો કે હિમાચલમાં અત્‍યારે બરફ પડવાની શકયતા નથી. હરિયાણામાં હવામાન સતત ફેરફાર પકડી રહ્યુ છે. ઠંડીને કારણે હિસ્‍સારના સાબરવાસમાં ૬૩ વર્ષના ખેડુત સુરજીતનું મોત થયુ છે. જો કે દિલ્‍હીમાં ઠંડીમાં થોડી રાહત છે પરંતુ શુક્રવારથી ફરી જોરદાર ઠંડી પડે તેવી શકયતા છે.

(9:55 am IST)