Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટીવી-ફ્રિઝ સહિત અન્‍ય સામાનો પર ૭૦%ની છુટ

વર્ષ-ર૦૧૭ના અંતે વિવિધ કંપનીઓ દ્વારા ઓફરોની વણઝાર

નવી દિલ્‍હી તા.ર૭ : વર્ષ-ર૦૧૭ તેના અંતિમ પડાવમાં છે અને આ દરમિયાન તમામ કંપનીઓ તરફથી ભારે છુટ આપવામાં આવી રહી છે અને સ્‍ટોક કલીયરન્‍સનું સેલ ચલાવવામાં આવી રહ્યુ છે. એમેઝોન અને ફલીપકાર્ટ સહિત અને ઇ-રિટેલર્સ કંપનીઓએ પણ અનેક ઓફર્સનો પ્રારંભ કર્યો છે. દરેક ઇ-રિટેઇલર વર્ષના આ બચેલા દિવસોમાં ટીવી, ફ્રીઝ, એસી સહિત અન્‍ય પ્રોડકટ પર ૭૦ ટકા સુધીની છુટ આપી રહેલ છે અનેક જવેલરી ઉપર પણ ભારે છુટ આપી રહેલ છે.

જો તમે ટીવી ખરીદવા ઇચ્‍છતા હો કે લેપટોપ લેવા ઇચ્‍છતા હો તો એમેઝોન તરફ વળજો. કંપનીએ ઇયર એન્‍ડ ડીલ્‍સ ઓફર શરૂ કરી છે. જે હેઠળ કંપની ટીવી, લેપટોપ અને અન્‍ય ઇલેકટ્રોનીક ઉત્‍પાદન પર ૩૦ થી ૭૦ ટકાની છુટ આપી રહી છે. એમેઝોનની સાઇટ પર લીસ્‍ટ કરવામાં આવેલ ઓફર અનુસાર ત્‍યાં ટીવી પર ૩૦ ટકા, લેપટોપ પર ૧પ,૦૦૦ સુધીનું ડિસ્‍કાઉન્‍ટ તથા કેમેરો હેડફોન પર ૪૦ થી ૬૦ ટકાની છુટ આપવામાં આવી રહી છે.

સ્‍નેપડીલ પણ જીંગલ ડેઇઝ સ્‍પેશીયલ સેલ શરૂ કરી રહ્યુ છે જે હેઠળ ઇ-રિટેલર ફ્રીઝ, ટીવી તથા હોમ એપ્‍લાયન્‍સીસ પર ૭૦ ટકાની છુટ આપી રહ્યુ છે ત્‍યાં વોશીંગ મશીન પર ૩૦૦૦ સુધીની એકસચેન્‍જ ઓફર મળી રહી છે તો ટીવી પર રર,૦૦૦ સુધીની છુટ મળી રહી છે.

એમેઝોન અને ફલીપકાર્ટની જેમ સ્‍નેપડીલે પણ ફન્‍ડ ઓફ સેલ શરૂ કર્યુ છે જેમાં કંપની જેન્‍ટસના કપડા અને ગરમ કોટ, સ્‍વેટર વગેરે ૪૯૯ રૂા.માં આપી રહેલ છે.

 

(11:49 am IST)