Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશ માટે ખતરો ! : કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા 2 નાગરિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દક્ષિણ આફ્રિકાના નાગરિકો કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ. ટેસ્ટ રિપોર્ટ આવવામાં 48 કલાકનો સમય લાગશે.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન વેરિએન્ટ’ના  ખતરા વચ્ચે કર્ણાટકમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. કર્ણાટકમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાંથી બે દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારે કર્ણાટક સહિત સમગ્ર દેશની ઊંઘ ઉડાડી દીધી છે. બંને સંક્રમિતોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

બેંગલુરુ ગ્રામીણ વિસ્તારના ડેપ્યુટી કમિશનર કે શ્રીનિવાસે શનિવારે જણાવ્યું હતું કે વધુ તપાસ અહેવાલોથી જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકાના નાગરિકો કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ. ટેસ્ટ રિપોર્ટ આવવામાં 48 કલાકનો સમય લાગશે.

(9:22 pm IST)