Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

પૂ.મોરારીબાપુના વ્યાસાસને સાંજે અયોધ્યામાં શ્રીરામકથાનો પ્રારંભઃ જુદા-જુદા સ્થળોએ આયોજન

રાજકોટ, તા., ૨૫: પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજે તા.ર૭ને શનીવારથી અયોધ્યામાંજુદા જુદા સ્થળોએ ૯ દિવસ દરમિયાન શ્રી રામકથાનું આયોજન કરાયું છે.

આજે શનીવારે અયોધ્યાના કારસેવકપુરમ ખાતે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને સાંજે ૭ વાગ્યા સુધી શ્રી રામકથાનું રસપાન કરાવશે કાલે પણ કારસેવકપુરમ ખાતે સવારે ૧૦ થી બપોરના ૧.૩૦ સુધી શ્રીરામકથાનું રસપાન કરાવશે. તા. પ ડીસેમ્બર સુધી સવારના સત્રમાં પૂ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે.

પૂ. મોરારીબાપુનાં વ્યાસાસને તા. ર૯-૧૧-ર૧ પિપરી (તમસા), અયોધ્યા, તા. ૩૦-૧૧-ર૧ ના શ્રિંગવેરપુર, પ્રયાગરાજ, તા. ૧-૧ર-ર૧ ના લેટે હનુમાનજી મંદિર સામે, પ્રયાગરાજ, તા. ર-૧ર-ર૧ ના વાલ્મીકી આશ્રમ, ચિત્રકુટ, તા. ૩-૧ર-ર૧ ના સુરેન્દ્રપાલ શાળા પરિસર, ચિત્રકુટ તા. ૪-૧ર-ર૧ ના કારસેવકપુરમ, અયોધ્યા તથા તા. પ-૧ર-ર૧ નંદીગ્રામ, અયોધ્યા ખાતે શ્રી રામકથા યોજાશે. 

(3:13 pm IST)