Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

તારીખ પે તારીખ નહીં... એક જ દિવસમાં ટ્રાયલ, જુબાની અને ચુકાદો

રેપ કેસમાં બિહારની કોર્ટે ઐતિહાસિક દાખલો બેસાડી આરોપીને તુરંત સજા ફટકારી

પટના,તા.૨૭: બિહારમાં અરરિયા જિલ્લાની કોર્ટે એક દિવસમાં નિર્ણય સંભળાવીને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. જિલ્લા કોર્ટે પોકસો એકટ હેઠળ નોંધાયેલા કેસમાં ચૂકાદો કરતા એક જ દિવસમાં જુબાની સાંભળ્યા બાદ આરોપીને ગુનેગાર ઠરાવી આજીવન કેદની સજા સંભળાવી છે. આ નિર્ણય પોકસો એકટ માટે બનેલી સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ શશિકાંત રાયે સંભળાવ્યો છે.

અરરિયાએ નરપતગંજ પોલીસ સ્ટેશનમાં આ જ વર્ષે ૨૩ જુલાઈએ એક સગીરાના રેપની ફરિયાદ દાખલ થઈ હતી. કેસના તપાસ અધિકારી રીતા કુમારીએ આરોપની ધરપકડ કરી અને ૧૮ સપ્ટેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. આ કેસમાં જજ શશિકાંત રાયે કોર્ટને ૨૦ સપ્ટેમ્બરે સંજ્ઞાન લીધી અને ૨૪ સપ્ટેમ્બરે ગુનો નક્કી કરી દીધો.

એ બાદ પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધીશ શશિકાંત રાયે એક જ તારીખમાં સુનમણી કરતા કુલ ૧૦ સાક્ષીઓની જુબાની સાંભળી અને તે જ દિવસે આરોપી દિલીપ યાદવને ગુનેગાર ઠરાવતા ઉંમર કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો. આ દરમિયાન કોર્ટે સરકારને પીડિતાને ૭ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો.

પહેલા પણ ન્યાયધીશ શશિકાંત રાયે ૧૦ વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યાના કેસમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ પહેલા ૪ ઓકટોબરે કોર્ટે વધુ એક મામલામાં ૮ વર્ષની બાળકી સાથે રેપના આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા સંભળાવી હતી. બન્ને ઐતિહાસિક નિર્ણય પણ જિલ્લા અને સત્ર કોર્ટ સહ પોકસો મામલાની કોર્ટના જજ શશિકાંત રાયે સંભળાવ્યા છે. 

(1:14 pm IST)