Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ન્યૂયોર્કમાં કોરોના ‘કાબૂ બહાર’

રાજ્યપાલે ચેપ દરમાં અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાને ટાંકીને ‘ડિઝાસ્ટર ઇમરજન્સી’ જાહેર કરી

ન્યૂયોર્ક તા. ૨૭ : અમેરિકાના ન્યૂયોર્ક રાજયમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થવાને કારણે ચિંતા પણ વધી છે. સ્થિતિને જોતા રાજયપાલે ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી છે. રાજયપાલે ચેપ દરમાં વધારો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાને ટાંકીને રાજયમાં ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ષ્ણ્બ્) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (ઘ્ંશ્વંર્ઁી ર્રુીશ્વર્જ્ઞ્ીઁદ્દ ગ્.૧.૧.૫૨૯) ને ‘બ્ૃશ્વજ્ઞ્ણૂશ્વંઁ’ નામ આપ્યું છે. આ સાથે ષ્ણ્બ્એ નવા કોરોના વેરિઅન્ટને ‘ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ’ ગણાવ્યો છે
આ પહેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને પણ ‘ખૂબ જ ઝડપથી ફેલાતા ચિંતાજનક વેરિઅન્ટ’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું, જે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર બન્યા હતા. તે પ્રથમ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે અને લોકોને ઝડપથી બીમાર બનાવે છે. નવા વેરિઅન્ટ ‘બ્ૃશ્વજ્ઞ્ણૂશ્વંઁ’ વિશે પણ એવું જ કહેવામાં આવી રહ્યું છે.
ષ્ણ્બ્ ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન વાઈરસ ઈવોલ્યુશન (વ્ખ્ઞ્-સ્ચ્) ની એક બેઠક શુક્રવારે બોલાવવામાં આવી હતી, જેમાં નવા પ્રકાર ગ્.૧.૧.૫૨૯ અને તેના વર્તન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ પછી, ષ્ણ્બ્ પ્રવક્તાએ કહ્યું કે પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે નવા પ્રકારમાં મ્યુટન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે.

 

(11:32 am IST)