Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

હાઈરિસ્ક દેશોમાંથી આવતા યાત્રીઓમાં નવો કોરોના વેરિયન્ટ ઓમીક્રોન જોવા ન મળ્યો

ભારતમાં રાહતભર્યા સમાચાર : દિલ્હી એરપોર્ટ પર તપાસ શરૂ

નવી દિલ્હી તા. ૨૭ : દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા પ્રકારે દરેકની ચિંતા વધારી દીધી છે. જો કે, ભારતમાં નવા વેરિઅન્ટને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, ઉંચ્ચ જોખમ ધરાવતા દેશોના નાગરિકોમાં દિલ્હી એરપોર્ટ પર કોરોનાનું નવું સ્વરૂપ મળ્યું નથી. આ દાવો શુક્રવારે ટેસ્ટિંગ કરતી લેબ દ્વારા કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે કોરોનાના નવા પ્રકારને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાના સહિત તમામ દેશોમાંથી આવતા નાગરિકોની કોરોના ટેસ્ટ કરાવવી જોઈએ જયાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે.
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળી આવ્યા બાદ બ્રિટન, જર્મની, સિંગાપોર, ઈઝરાયેલ, ફ્રાન્સ અને ઈટાલીએ દક્ષિણ આફ્રિકાની ફલાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રએ શુક્રવારે કહ્યું કે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સહિત યુરોપના ઘણા દેશોને ‘જોખમ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
કેન્દ્રએ કહ્યું છે કે જોખમી શ્રેણીના દેશોમાંથી આવતા મુસાફરોનો કોરોના ય્વ્ભ્ઘ્ય્ રિપોર્ટ એરપોર્ટ પર કરવામાં આવે. આ નિયમ હેઠળ, જનરિંગ્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરે ‘જોખમી’ દેશોમાંથી આવતા તમામ મુસાફરોની કડક તપાસ કરી હતી. આમાં, કોરોનાના નવા પ્રકારથી કોઈ મુસાફર સંક્રમિત જોવા મળ્યો નથી. જો કે, અત્યારે તમામ લોકોના જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે તેમનામાં નવું મ્યુટેશન છે કે કેમ. દિલ્હી એરપોર્ટ પર દરરોજ ૧૫૦૦૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી ગ્.૧.૧.૫૨૯ વેરિઅન્ટનો કોઈ કેસ મળ્યો નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગ્.૧.૧.૫૨૯ કોરોનાના નવા સ્વરૂપને ‘ચિંતાનો પ્રકાર’ તરીકે જાહેર કર્યો છે. આટલું જ નહીં, ષ્ણ્બ્એ આફ્રિકાના બોત્સ્વાનામાં સૌપ્રથમ જોવા મળેલા આ પ્રકારને ઓમિક્રોન નામ આપ્યું છે.

 

(11:29 am IST)