Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડાનો દોર :1000 પોઇન્ટનો કડાકો

લંડનનો બેન્ચમાર્ક 3 ટકા ,ટોકિયો 2.5 ટકા ડાઉન :શાંઘાઇ, ફ્રેન્કફર્ટ અને હોંગકોંગમાં પણ તીવ્ર ઘટાડો

નવી દિલ્હી ;  નવા કોરોના વેરિઅન્ટના લીધે વિશ્વના શેરબજાર  પર સીધી અસર થઇ છે. આજે ભારતમાં સેન્સકસમાં કડાકો જોવા મળ્યો હતો અને હવે સતત બીજા દિવસે પણ અમેરિકી શેરબજાર ડાઉન જોવા મળ્યો હતો,રોકાણકારોને ખુબ નુકશાન થયું છે,અમેરિકી શેરબજારમાં 1 હજાર પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે.

નવા વેરિઅન્ટે વિશ્વના બજારને ધડામ કરી દીધું છે ,લંડનનો બેન્ચમાર્ક 3 ટકા ,ટોકિયો 2.5 ટકા ડાઉન થયો છે. આ ઉપરાંત શાંઘાઇ, ફ્રેન્કફર્ટ અને હોંગકોંગમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે ,નવા વેરિઅન્ટની અસર જોવા મળી હતી ,વૈશ્વિક તેલના ભાવમાં પણ ઘટાડો જાેવા મળ્યો હતો 11 ટકાથી વધુ ઘટીનેડોલર 69.93 થયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે  તમામ યુરોપિયન સૂચકાંકો 3%-4.20% ની વચ્ચેના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે એશિયન સૂચકાંકો 1%-2.6% ની વચ્ચે તૂટી રહ્યા છે. યુએસ સૂચકાંકોના ફ્યુચર્સ ટ્રેડ પણ વોલ સ્ટ્રીટ પર ગેપ-ડાઉન ઓપનિંગ સૂચવે છે. ડાઉ ફ્યુચર્સ 2.38% ડાઉન હતા જ્યારે S&P 500 ફ્યુચર્સ 2.13% નીચા અને નાસ્ડેક ફ્યુચર્સ 1.49% ડાઉન હતા

(1:04 am IST)