Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

8 વર્ષીય બાળકએ બ્રિટિશ વડાપ્રધાનને પૂછ્યું – ક્રિસમસ પર સાન્તા આવી શકે છે? એમણે આપ્યો જવાબ

> બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન એક 8 વર્ષીય બાળકને પત્ર લખી પૂછ્યું છે કે શું કોવિડ -19 મહામારી વચ્ચે આ વખતે  સાન્તા આવી શકે છે. જોહ્ન્સન એ બાળક દ્વારા હાથથી લખેલ પત્ર ટ્વિટર પર શેર કરતા લખ્યું કે, મેં ઉત્તરી ધ્રુવને પર ફોન કર્યો છે  અને આપને બતાવી શકું છું કે 'ફાધર ક્રિસમસ' આવવા માટે ઉતાવળ કરી રહ્યા છે.
(9:33 pm IST)
  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • લાલુનો જેલવાસ ૧૧ ડિસેમ્બર સુધી લંબાયો : આરજેડી પક્ષના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને આજે ફરી જામીન મળ્યા નથી : ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે : તેમની જામીન અરજીની સુનાવણી હવે ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે access_time 1:08 pm IST

  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST