Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભારતીસિંહના ઘરે ડ્રગ્સ પહોચાડનાર ડ્રગ પેડલર સુનીલ ગવાઇની ધરપકડઃ ફુડ ડિલીવરી બોય બનીને ડ્રગ્સની સપ્લાય કરતો હોવાનું ખુલ્યુ

નવી દિલ્હીઃ કોમેડિયન ભારતી સિંહ  અને હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરેથી ગાંજો જપ્ત થયો હતો. ભારતીએ એનસીબી અધિકારીઓની સામે ડ્રગ્સ લેવાની વાત કબુલ કરી હતી. એક દિવસ ન્યાયિક કસ્ટડીમાં રહ્યાં બાદ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને જામીન મળી ગયા હતા, પરંતુ એનસીબીની કાર્યવાહી ચાલી રહી છે

બુધવારે રાત્રે એનસીબીએ મોટી કાર્યવાહી કરતા તે ડ્રગ પેડલરને ઝડપી લીધો છે, જેણે ભારતીય અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કર્યું હતું. જાણકારી અનુસાર મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનથી મોડી રાત્રે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે. સુનીલ ગવાઈની પાસે 1.250 કિલો ડ્રગ્સ જપ્ત થયું છે

એનસીબીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સુનીલ ફૂડ ડિલીવરી બોય બની બધા લોકોને ડ્રગ સપ્લાઈ કરતો હતો. ભારતી સિંહની સાથે તેણે અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાઈ કરવાની વાત કહી છે. આરોપી પેડલરનું નેટવર્ક પશ્ચિમી મુંબઈમાં વધુ સક્રિય હતું. તેની પાસે ડ્રગ્સ લેનાર પણ વિસ્તારમાં રહેતા હતા.

મહત્વનું છે કે શનિવારે એનસીબીને ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત સૂચના મળ્યા બાદ ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીને 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. હાલ ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા જામીન પર બહાર છે.

(5:38 pm IST)