Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સોમવારે મોટોરોલા કંપની “5-G” મોબાઇલ લોન્ચ કરશેઃ સૌથી સસ્તો હોવાની શકયતાઃ અનેક સુવિધાઓ ઉપલબ્ધ

નવી દિલ્હીઃ મોટોરોલા આગામી સપ્તાહે 30 નવેમ્બરે 12 કલાકે ભારતમાં પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, જેનું નામ  Moto G 5G છે. મોટોરોલાનો ફોન ખુબ ઓછા ભાવમાં લોન્ચ કરવાના સમાચાર મળી રહ્યાં છે, જેમાં ઘણા દમદાર ફીચર્સ હશે. મિડ રેન્ડ સેગમેન્ટના ફોનની લોન્ચિંગ ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ પર થશે અને લોન્ચની સાથે તેનું વેચાણ એમેઝોન પર પણ શરૂ થઈ જશે

ભારતમાં હાલ OnePlus Nord મિડ રેન્જમાં સૌથી સસ્તો 5જી ફોન છે, પરંતુ આવનારા સમયમાં ઘણી કંપનીઓ સૌથી સસ્તા 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. શાઓમીએ ચીનમાં 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં Redmi Note 9 5G લોન્ચ કર્યો છે. પરંતુ તેની ભારતમાં શું કિંમત હશે, તેની કોઈ ચોક્કસ જાણકારી નથી. માનવામાં આવી રહ્યું છે કે Moto G 5Gને 25,000 રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે

Moto G 5Gના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો મોટોરોલા ફોનને Snapdragon 750G SoC પ્રોસેસરની સાથે લોન્ચ કરશે. 6.7 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે વાળા ફોનને  6GB RAM અને 128 જીબી સ્ટોરેજ વર્ઝનમાં લોન્ચ કરવાની સંભાવના છે. મોટો જી5 જીના કેમેરાની વાતકરીએ તો તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. સાથે 8 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે

મોટો જી5 જીમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. એન્ડ્રોયલ 10 પર બેસ્ડ ફોનમાં  5000mAh ની બેટરી લાગી છે, જે 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે.

(5:37 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મમતા બેનરજીની મહત્વની ઘોષણાં : રાજ્યના તમામ 10 કરોડ નાગરિકોને રૂપિયા 5 લાખ સુધીની કેશલેશ સુવિધા અપાશે : ભાજપના ' વિકાસ ' પ્રચાર સામે મમતાનું ' વિકાસ કાર્ડ ' access_time 1:15 pm IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST