Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

અમે જેમને ગુમાવ્યા...જેમણે દુશ્મનો ઉપર જીત મેળવવા માટે કુરબાનીઓ આપીઃરતન ટાટાએ મુંબઇ હુમલાની વરસી નિમિતે સોશ્યલ મિડીયામાં ભાવુક પોસ્ટ શેર કરી

મુંબઇ: પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 12 વર્ષ પહેલાં આજના દિવસે મુંબઇને હચમચાવી દીધું હતું. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ તાજ હોટલ સહિત ઘણી જગ્યાઓને ટાર્ગેટ બનાવી હતી. મુંબઇ હુમલાની વરસી પર ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ તાજ હોટલની એક પેઇન્ટિંગ શેર કરી છે અને સાથે તેમણે એક ભાવુક પોસ્ટ પણ લખી છે

રતન ટાટાએ તાજ હોટલની એક પેઇન્ટિંગ શેર કરી છે, જેના પર લખ્યું છે 'અમને યાદ છે'. સાથે તેમણે પોસ્ટમાં લખ્યું 'આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો, તેને ક્યારે ભૂલી શકાય, પરંતુ જે વધુ યાદગાર છે, તે દિવસ છે જે આતંકવાદ અને વિનાશને ખતમ કરવા માટે જે પ્રકારે મુંબઇના લોકો તમામ મતભેદોને ભુલાવીને એક સાથે આવ્યા.'

તેમણે આગળ લખ્યું 'અમે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મન પર જીત મેળવવા માટે કુરબાનીઓ આપી, આજે અમે જરૂર તેમનો શોક મનાવી શકીએ છીએ. પરંતુ અમે તેને એકતા, દયાળુતા અને તેમના કૃત્યો અને સંવેદનશીલતાની પણ પ્રશંસા કરવી પડશે જે અમે આપણે યથાવત રાખવી જોઇએ અને આશા છે કે આગામી દિવસોમાં તે વધશે

10 આતંકવાદીઓએ દક્ષિણ મુંબઇના પ્રમુખ સ્થળો છત્રપતિ શિવાજી ટર્મિનર (સીએસટી) રેલવે સ્ટેશન, નરીમન હાઉસ કોમ્પ્લેક્સ, લિયોપોલ્ડ કેફે, તાજ હોટલ અને ટાવર, ઓબેરોય-ટ્રાઇડેંટ હોટલ અને કામા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી. આ આતંકવાદી હુમલામાં લગભગ 160 લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 60 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ સુરક્ષાબળો 9 આતંકવાદીઓએ ઠાર માર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. 

(5:36 pm IST)