Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

શહેરની ર૦૦ હોસ્પીટલો પૈકી માત્ર ર૧ પાસે જ ફાયર NOC: ૬૦ને અગાઉ નોટીસો અપાયેલ

ઉદય કોવિડ હોસ્પીટલને પ સપ્ટેમ્બરે એન.ઓ.સી. અપાયેલાઃ સિવીલનાં કેટલાક વિભાગોમાં ફાયર સાધનો નહિં હોવાથી તેને પણ નોટીસો અપાઇ છે

રાજકોટ તા. ર૭: શહેરની ઉદય કોવિડ હોસ્પીટલમાં અગ્નિકાંડ સર્જાતાં ફાયર એન.ઓ.સી.નો મામલો ફરી બેઠો થયો છે. ત્યારે ફાયર બ્રિગેડ સુત્રોનાં જણાવ્યા મુજબ શેરની ર૦૦ હોસ્પીટલોમાંથી માત્ર ર૧ પાસે જ એન.ઓ.સી. છે અને તે પણ કોવિડ હોસ્પીટલો પાસે જ છે.

જયારે કોવિડ સિવાયની અન્ય સામાન્ય હોસ્પીટલોમાં ફાયરનાં અપૂરતાં સાધનો હોવાથી અગાઉ થયેલ સર્વે દરમિયાન ૬૦ જેટલી હોસ્પીટલોને ફાયર બ્રીગેડે નોટીસો પણ આપી છે.

ફાયર બ્રીગેડનાં જણાવ્યા મુજબ જે કોવિડ હોસ્પીટલોનો ફાયર એન.ઓ.સી. અપાયેલ છે તેમાં ઉદય કોવિડ હોસ્પીટલ, સિવિલ કોવિડ હોસ્પીટલ, પરખ, ક્રાઇસ્ટ, એચ.સી.જી., શ્રેયસ, સેલસ, જયનાજી, ન્યુ વોકહાર્ટ કોવિડ, નિલકંઠ, આયુષ, રંગાણી, એચ.જે. દોશી સ્ટાર કોવિડ, સ્ટાર સીનર્જી વગેરે કોવિડ હોસ્પીટલો ત્થા નેત્રદિપ આંખની હોસ્પીટલને ફાયર એન.ઓ.સી. અપાયા છે.

જયારે અગાઉ જે હોસ્પીટલોને ફાયર એન.ઓ.સી. લેવા નોટીસો અપાયેલ તેવાં અર્પણ હોસ્પીટલ, આદિત્ય હોસ્પીટલ, આયુષ્યમાન હોસ્પીટલ, કણસાગરા કયુટ બેબી હોસ્પીટલ, કિર્તી હોસ્પીટલ, ગ્લોબલ હોસ્પીટલ, ચીન્મય હોસ્પીટલ, જયનાથ હોસ્પીટલ, ડીવેરા હોસ્પીટલ, તેજશ હોસ્પીટલ, દશાશ્રીમાળી હોસ્પીટલ, દેવ હોસ્પીટલ, નારાયણી હોસ્પીટલ, નીહીત બેબી કેર હોસ્પીટલ, પંચમુખી હોસ્પીટલ, પર્લ વુમન્સ હોસ્પીટલ, પાર્શ્વ હોસ્પીટલ, માધવ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પીટલ, રેઇન્બો હોસ્પીટલ, લાડાણી હોસ્પીટલ, લેડીકેર હોસ્પીટલ, વછરાજાની હોસ્પીટલ, વાત્સલ્ય હોસ્પીટલ, શિવમ હોસ્પીટલ, શિવાલીક હોસ્પીટલ, શ્રધ્ધા હોસ્પીટલ, શ્રીજી હોસ્પીટલ, સતનામ હોસ્પીટલ, સત્ય સાંઇ હાર્ટ હોસ્પીટલ, સન્માન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ, સાંકેત હોસ્પીટલ, સાગર હોસ્પીટલ, સાની હોસ્પીટલ, સુવિધા હોસ્પીટલ સોહમ હોસ્પીટલ, સોમ્ય મેટરનીટી હોસ્પીટલ, સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પીટલ, સૌરાષ્ટ્ર ચીલ્ડ્રન હોસ્પીટલ, હિલવીલ હોસ્પીટલ, PDU ટ્રોમા સેન્ટર, PDU મેન્ટલ હોસ્પીટલ, PDU કે.ટી.સી.એચ. ચીલ્ડ્રન હોસ્પીટલ, PDU આઇ હોસ્પીટલ, PDU ઓ.પી.ડી. વિભાગ હોસ્પીટલ, PDU વોર્ડ નં.૧૦, PDU વોર્ડ નં. ૦૭ અને વોર્ડ નં. ૧૧, PDU મેડીકલ કોલેજ બિલ્ડીંગ, PDU સ્ટાફ કવાર્ટર બિલ્ડીંગ (ડી હાઇરાઇઝ), PDU સ્ટાફ કવાટર બિલ્ડીંગ (ઇ. હાઇરાઇઝ), મંગલમ કોવીડ હોસ્પીટલ, જયનાથ કોવીડ હોસ્પીટલ, નિલકંઠ કોવીડ હોસ્પીટલ, સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પીટલ, પરમ હોસ્પીટલ, પરમ કોવીડ હોસ્પીટલ, સમરસ કોવીડ હોસ્ટેલ વગેરે સહીતની હોસ્પીટલોનો સમાવેશ છે.

આ તમામ હોસ્પીટલોનો રિપોર્ટ રાજય સરકારનાં તપાસનીશ અધિકારીને સુપ્રત કરાયાનું ફાયર ઓફીસરે જણાવેલ.

(3:12 pm IST)