Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

તેલંગાણાની મહીલા સહકારી ડેરીની પોઝીટીવીટી

લોકડાઉનમાં મહિલાઓએ વિષમ પરિસ્થિતિમાં બાથ ભીડીઃ દુધનું વેચાણ પ થી ૧૦ ટકા વધાર્યું

એક વર્ષનું ટર્ન ઓવર ૧૩૩ કરોડઃ વોટ્સએપ ગ્રુપ દ્વારા દુધની ખરીદીથી લઇને વિતરણની વ્યવસ્થા ગોઠવેલ

હૈદ્રાબાદ તા. ર૭ : કોરોના સંક્રમણમાં દેશમાં લોકડાઉનના કારણે મોટાભાગના વ્યાપાર ઠપ્પ થયેલ. પણ આ સંકટમાં મહિલાઓની એક સહકારી સંસ્થાએ સમસ્યાઓને પછાડી કરોડો રૂપીયાનો વેપાર કરી એક મિશાલ રજુ કરી છે.

તેલંગાણાના વારંગલ મુકકનૂર મહિલા સહકારી ડેરી દૂધ વિતરણ કરે છે. લોકડાઉન દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરી ૬ મહિનામાં ગતિ આપી ર૦૧૯-ર૦ ના નાણાકીય વર્ષમાં ૧૩૩ કરોડનું ટર્નઓવર કરેલ.

સંસ્થાના વ્યવસ્થાપક ભાસ્કર રેડ્ડીએ જણાવેલ કે એપ્રીલ-જુન ર૦ર૦માં પ થી ૧૦ ટકા વધુ દુધ મળ્યું હતું. જેને પણ અમે અપાવી દીધેલ. સંસ્થાના અધ્યક્ષ વિજયા ગુરોલાએ મોટો પડકાર હતો કે કોરોનાના કારણે અમારી ૧૭ હજાર મહિલા સભ્યોને તેમના પરિવારે ઘરની બહાર ન જવા અનુમતી ન આપેલ. તેવામાં ડોકટરો સાથે જાગરૂકતા કાર્યક્રમ કરેલ, પરિવારોને સમજાવેલ. ઉપરાંત ટ્રાન્સપોર્ટવાળાએ પણ પ્રોસેસીંગ યુનીટ સુધી દુધ પહોંચાડવાની  ના પાડેલ પ્લાંટમાં આવતા વાહનોને સેનેટાઇઝ કરવાનો નિર્ણય લેવાયેલ.ગુર્રાલાએ વધુમાં જણાવેલ કે ત્યાર બાદ અમારી સાથે જોડાયેલ પ્રાથમીક સહકારી સમિતિઓના વોટ્સએપ ગ્રુપ બનાવી બધાને જોડી દીધેલ. દુધની ખરીદીથી લઇને વિતરણ સુધી કોઇ મીટીંગ ન કરાયેલ. ફિલ્ડના લોકોને પ્રોસેસીંગ યુનીટમાં જવા મનાઇ કરાયેલ.

(2:57 pm IST)