Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટની ઉદય covid હોસ્પિટલની આગમાં પાંચ કોરોના દર્દીઓના જીવનનો અકાળે અસ્ત, 28 બચી ગયા, સ્વજનોનો આક્રોશ, લાખોની ફી, સુવિધાના નામે મીંડુ, મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરતા વિજયભાઈ, બપોરે ૩ સુધીમાં તપાસ માટે એડિશનલ ચીફ સેક્રેટરી રાકેશ રાજકોટ આવી પહોંચશે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને તમામ સહાયની ખાતરી આપી: કોરોના વેક્સિનની સમીક્ષા માટે નરેન્દ્ર ભાઈ આવતીકાલે અમદાવાદના ઝાયડસ કેડિલા અને પુણે તથા હૈદરાબાદની ખાસ મુલાકાત લેશે અને કોરોના રસીના ડેવલપમેન્ટ અને વિતરણની વ્યવસ્થાની સમીક્ષા કરશે: ગુજરાતમાં કોવિડ હોસ્પિટલો ખતરારૂપ બની છે, ત્રણ મહિનામાં આગની આ સાતમી ઘટના રાજકોટમાં સર્જાઇ, કૂલ 13ના મોત થયા છે, અમદાવાદની શ્રેય હોસ્પિટલ માં ૮ દર્દી જીવતાં સળગી ગયા હતા: કોરોના વેકસીનની સમીક્ષા કરવા માટે આવતીકાલે અમદાવાદના ઝાયડસ કેડિલાની મુલાકાત લેશે, સંભવત: નરેન્દ્રભાઈ એકલા જ આ મુલાકાતે જવાના છે, તેઓ પુણે અને હૈદરાબાદની મુલાકાત પણ લેવાના છે: અમેરિકામાં સડસડાટ કોરોના કેસોનો આંક ઘટવા લાગ્યો, ૨૪ કલાકમાં ઘટીને એક લાખ કેસ નોંધાણા, જ્યારે ભારતમાં ૨૪ કલાકમાં ૪૩ હજાર કેસ અને ૪૯૨ના મોત થયા; ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીજીના નિવાસસ્થાનમાં કોરોનાની ઘુષણખોરી, તેમના રસોયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કચ્છના નલીયા કરતાં સતત રાજકોટમાં બીજા દિવસે પણ ઠંડી વધુ રહી, રાજકોટમાં 14.5 અને નલિયામાં 16 ડિગ્રી તાપમાન: સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોના એ છના મોત નિપજાવ્યા અને વધુ ૧૭ કેસ નોંધાયા, સિનિયર સિટીઝનોના મૃત્યુ થવા લાગતાં ભારે દહેશત: પંજાબ હરિયાણા પછી આજે ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે, હલ્લાબોલ ચાલુ, દિલ્હી બોર્ડર સુધી હજારો ખેડૂતો પહોંચી ગયા, પાણીપતમાં વોટર કેનનનો મારો: જામનગર જિલ્લાના જોડિયાના બાલમ્ભા આશ્રમના મહંત હરીદાસબાપુ સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ સર્જાયો: ભારતીય નેવીનું મિગ વિમાન દરિયામાં તૂટી પડ્યું, લાપતા પાયલોટની શોધ ચાલુ: જર્મનીમાં ક્રિસમસ પહેલાં જ કોરોનાની વેકસીન આવી પહોંચશે, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલએ સંસદને જણાવ્યું: જાહેરમાં થુકવા જેવી નજીવી બાબતે કચ્છના અંજારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલને ૧૯ વર્ષના ટાબરિયાએ કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધા, ઝડપાઇ ગયો: પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મ પત્ની ગજરાબેનનું જૂનાગઢમાં દુઃખદ અવસાન, મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી: ગુજરાતમાં પંચાયતો અને કોર્પોરેશનની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારીઓ શરૂ થયાના અહેવાલ, સામાન્ય ચૂંટણીની સાથે વધુ ૨૬ નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાશે: 15 વર્ષ પછી આવતીકાલે બોક્સિંગની રિંગમાં ઉતરશે માઇક ટાઇસન, ફ્રેન્ડલી મેચ રમશે: મુંબઈ હાઈકોર્ટે શિવસેનાના આધીપત્યવાળી મુંબઈ કોર્પોરેશનને લપડાક લગાવી : કંગના રનૌતની ઓફીસ ઉપર થયેલ તોડફોડને બદઈરાદાવાળી ગણાવી : વળતર આપવા માટે, નુકશાન નક્કી કરવા વેલ્યુઅરની નિમણુંક કરવા આદેશ : કંગનાને પણ બોલવામાં સંયમ રાખવા તાકીદ: વઢવાણ પાસેથી લાખો નો દારૂ ઝડપાયો છે:કોરોનાથી રાજકોટમાં આજે સવાર સુધીમાં વધુ છ ના મૃત્યુ થયા છે જ્યારે કચ્છમાં વધુ ૨૧ મોરબીમાં 20 અને ભાવનગરમાં આઠ કેસ નોંધાયા છે: ચેન્નાઈમાં આવકવેરાનું જબરજસ્ત મોટું ઓપરેશન શરૂ થઈ ગયું છે: શ્રીનગર પાસે એચ.એમ.ટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે: લખનઉમાં કોંગ્રેસના હેડક્વાર્ટર ને કર્મચારીઓ અને સ્ટાફે પગાર નહીં મળતા તાળાબંધી કરી દીધી છે

(1:03 pm IST)
  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST

  • મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી)એ મોટાપાયે દરોડા શરૂ કર્યાનું જાણવા મળે છે access_time 12:51 pm IST