Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ આગકાંડઃ ખોડિયાર માતાના ભક્ત કેશુભાઈને કાલે મળવાની હતી રજા પણ આગે તેમનો ભોગ લીધો

રતનપરના મૃતક કેશુભાઈ અકબરીના દીકરા વિવેક અકબરીએ તટસ્થ તપાસની માગ કરી: મિત્રએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા : રૂપિયા 3.50 લાખ રૂપિયા 10 દિવસના ભર્યા

રાજકોટઃ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

 

આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે. હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ દુર્ઘટનામાં રતનપર ગામના કેશુભાઈ અકબરીનું મોત થયું છે. તેમના દીકરા વિવેક અકબરીએ તટસ્થ તપાસની માગ કરી છે. મૃતકના મિત્ર રમેશ હીરાણીએ હોસ્પિટલ પર કર્યા આકરા પ્રહારો કર્યા છે. રતનપર ગામના આગેવાન રામદેવસિંહ ઝાલાએ તપાસની માગ કરી છે. અત્યાર સુધીમાં 3.50 લાખ રૂપિયા 10 દિવસના ભર્યા છે. આવતી કાલે કેશુભાઈને રજા આપી દેવાના હતા, પરંતુ આગે તેમનો ભોગ લઈ લીધો છે.
કેશુભાઈ અકબરી રતનપરમાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવી રહ્યા છે. મંદિરનું મોટા ભાગનું કામ કેશુભાઈએ પૂર્ણ કરાવ્યું હતું.

(12:12 pm IST)
  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • હોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST