Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ચાલુ મહિને 7મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ બન્યું : એકધારો ભાવમાં વધારો ઝીકાયો

ડીઝલના ભાવમાં 22થી 26 પૈસાનો વધો થયો છે, તો પેટ્રોલ 17થી 19 પૈસા મોંઘુ

નવી દિલ્હી : સરકારી ઓઇલ કંપનીઓએ ભારે ફરી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. આજે ડીઝલના ભાવમાં 22થી 26 પૈસાનો વધો થયો છે, પેટ્રોલ 17થી 19 પૈસા મોંઘુ થયું છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર દીઠ 81.19 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર દીઠ 71.86 રૂપિયા થઇ ગયો છે. આ પહેલા ગુરુવારે ડીઝલ અને પેટ્રોલના ભાવ અનુક્રમે 11 પૈસા અને 22 પૈસા વધ્યા હતા.

20 નવેમ્બરથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના કિંમતોમાં 7 વખત વધારો કરાયો છે. તેની પહેલા લગભગ દોઢ મહિના સુધી તેના ભાવ સંપૂર્ણપણે સ્થિર રહ્યા હતા. ચાલુ મહિને અત્યાર સુધીમાં ઇંધણ 7 વખત મોંઘુ થયુ છે. આ 7 દિવસોમાં પેટ્રોલ 83 પૈસા અને ડીઝલ 1.45 રૂપિયા પ્રતિલિટર જેટલુ મોંઘુ થયુ છે.

(10:23 am IST)