Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે

મીરે એસેટ બેંકિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ ફંડ: બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ: ન્યુ ફંડ ઓફર 4 ડિસેમ્બરના રોજ બંધ થશે: સળંગ વેચાણ અને ફરીથી ખરીદી માટે યોજના 14 ડિસેમ્બરથી ખુલશે

મુંબઈ,: ઇક્વિટીઝ અને ડેટ સેગમેન્ટમાં દેશના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંથી એક, મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયાએ 'મીરે એસેટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ' ની જાહેરાત કરી છે, જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રોકાણ કરનારી એક ઓપન-એન્ડ ઇક્વિટી સ્કીમ છે.

ફંડ માટેનો એનએફઓ 25 નવેમ્બર, 2020 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 4 ડિસેમ્બર, 2020 ના રોજ બંધ થશે. આ ફંડનું સંચાલન શ્રી હર્ષદ બોરવાકે અને શ્રી ગૌરવ કોચર કરશે.

આ ફંડ ભારતમાં લિસ્ટેડ બેન્ક્સ,  જાહેર ક્ષેત્રની બેંક્સ, ખાનગી બેંક્સ, વિદેશી બેંક્સ અને રિજનલ રૂરલ બેંક્સની ઇક્વિટીમાં રોકાણ કરવા ધારે છે.

આ ફંડ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી), જીવન અને બિન-જીવન વીમા કંપનીઓ, બ્રોકિંગ કંપનીઓ, રેટિંગ એજન્સીઓ, એક્સચેન્જીસ, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી), માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ અને ફિનટેક્સમાં પણ સંભવતઃ રોકાણ કરશે.

આ ફંડ વળતરનો ઊંચો રેશિયો ધરાવતી અને સાતત્યસભર સ્પર્ધાત્મક લાભ આપતી ઉચ્ચ વૃદ્ધિ કરતી કંપનીઓને ઓળખવાનું લક્ષ્ય રાખશે.  આનો હેતુ એવી સક્ષમ વૃદ્ધિ કરતી કંપનીઓનો પોર્ટપોલિયો બનાવવાનો છે જે અમારા સૌથી આકર્ષક રોકાણ વિચારોને પ્રતિબિંબિત કરતી હોય. આ ફંડમાં તમામ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરવાની લવચીકતા રહેશે.

ફાઈનાન્સિયલ કંપનીઓ ટોચની 250 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનના આશરે 30% હિસ્સો ધરાવે છે.

વિશ્વના સરેરાશ નવ ટકાની સરખામણીએ ભારતમાં 19 ટકાનો ઊંચો બચત દર હોવા છતાં, ભારતમાં બેકિંગ ક્ષેત્ર જરૂરિયાત પ્રમાણે વિકસ્યું નથી, તે જોતાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે. ભારતીય નાણાકીય ક્ષેત્રમાં એએમસી, લાઇફ ઇન્સ્યુરન્સ, કેપિટલ માર્કેટ કેટેગરીમાં વૃદ્ધિ ઓછી થઈ છે, અને આ તમામ આ કેટેગરીમાં વૃદ્ધિની વ્યાપક સંભાવના છે.

છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય બેંકોની મૂડી સ્થિતિ મજબૂત થઈ છે, જેમાં ટિઅર 1 મૂડી નાણાકીય વર્ષ 2020 માં નિયમનકારી જરૂરિયાત 9.25% સામે 13% રહી હતી.

સ્ત્રોત : બ્લૂમબર્ગ ડેટા ઓક્ટો, 2020 પ્રમાણે

"ભારતીય અર્થવ્યવસ્થામાં  બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્ર સૌથી મોટું હોવાની સાથે અત્યંત વૈવિધ્યસભર અને મોટું ક્ષેત્ર છે. પાછલા 2-3 દાયકામાં, આ ક્ષેત્રએ પોતાને ફક્ત બેંકમાંથી એનબીએફસી, વીમા, એએમસી અને કેપિટલ માર્કેટ કંપનીઓ જેવા સંલગ્નિત વ્યવસાયોમાં રૂપાંતરિત કર્યું છે. આવનારા વર્ષોમાં ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલીયન ડોલરનું થવાની સરકારને અપેક્ષા છે અને બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યુરન્સ (બીએફએસઆઈ) ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ હોવાથી આ વૃદ્ધિને વેગ આપવા માટેનું ઈંધણ બની શકે છે. બીએફએસઆઈ ક્ષેત્રને સાયકલિકલ રોકાણ તરીકે નહીં પણ લાંબા ગાળાના રોકાણ તરીકે જોવું જોઈએ. નાણાકીય સર્વિસીસ ક્ષેત્રે સુધરેલું આકર્ષણ, ધિરાણની ઉપલબ્ધિ અને અર્થતંત્રને વેગ આપવાના સરકારના લાંબા ગાળાના લક્ષ્યની પ્રતિબદ્ધતાને કારણે અર્થંતંત્ર બેન્ક અને ફાઈનાન્સિયલ ક્ષેત્રની સાથે કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે અને તેથી અર્થતંત્રના વિકાસમાં તે મહત્વનું ચાલક બળ છે. અમારું માનવું છે કે મહામારી પછી આર્થિક વલણ સુધરશે, અને આ ક્ષેત્ર આર્થિક સુધારામાં મહત્વની ભૂમિકા ભજવશે", એમ મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયા પ્રા.લિ.ના સીઇઓ શ્રીસ્વરુપ મોહંતીએ જણાવ્યું હતું.

મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયા પ્રા. લિ.ના સીઆઈઓ શ્રી નીલેશ સુરાનાએ કહ્યું કે, "આવનારા સમયમાં ભૌતિક પરિવર્તનમાંથી પસાર થનાર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્ર માટે અમે સકારાત્મક છીએ. સંગઠિત અર્થતંત્રમાં પરિવર્તન તથા નાણાકીય અસ્કયામતોમાં લાંબા ગાળાના બદલાવ વિકાસના સારા ફળ આપશે. સુધારિત નાણાકીય સ્થિતી અને વીમા વગેરે જેવા પ્રોડક્ટ્સમાં આકર્ષણ વધવાથી આ ક્ષેત્ર માળખાકીય વૃદ્ધિની તક પૂરી પાડે છે."

આ સ્કીમમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ ફરી 1ના ગુણાંકમાં કરી શકાશે.

 

(9:38 am IST)