Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ઉત્તર પ્રદેશ હોસ્પિટલોની આ છે સ્થિતી

મૃતકના શબનું નથી કોઈ રણીધણીઃ કુતરાઓ કોતરી રહ્યા છે લાશ

લખનૌ,તા. ૨૭: સીએમ યોગી આદિત્યનાથ પ્રદેશમાં ભલે રામ રાજયના લાખ દાવા કરતા હોય પણ વારંવાર સામે આવતી તસ્વીરો કંઈક જૂદૂ જ બતાવે છે. તાજેતરમાં જ ત્યાંની એક સરકારી હોસ્પિટલની આ તસ્વીર આવી છે. જેને જોઈને આપને આજે પણ લાગશે કે, ત્યાં રામ રાજયની નહીં પણ જંગલ રાજ છે. આ દ્યટનાનો વીડિયો કોંગ્રેસના પ્રભારી પીએલ પૂનિયાએ શેર કર્યો છે.

હકીકતમાં જોઈએ તો, આ વીડિયો ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની સરકારી હોસ્પિટલનો છે. જયાં મોત બાદ સ્ટ્રેચર પર રાખેલી લાશને કુત્તરું કોતરી રહ્યુ છે. હૈરાન કરનારી વાત તો એ છે કે, જયાં શબ રાખ્યા છે, તે ખુલ્લી જગ્યા છે. લાશની પાસે કોઈ હોસ્પિટલના કર્મચારી નથી, નથી તો કોઈ પરિવારવાળા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ સરકારી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.છત્તીસગઢના કોંગ્રેસ પ્રભારી પીએલ પુનિયાએ આ વીડિયોને શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. (૨૨.૬)

 

(9:33 am IST)