Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મુંબઈ એરપોર્ટ ઉપર ગુજરાત સહિત ચાર રાજ્યોના મુસાફરોનું ફરજિયાત કોરોના ટેસ્ટિંગ થશે

ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ગોવાથી આવતાં મુસાફરોનું મુંબઈ એરપોર્ટ ઉપર આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે તેમ નવી ગાઇડલાઇન મુજબ મુંબઈ એરપોર્ટે જાહેર કર્યું છે. વધુમાં જણાવેલ કે બસ્સો મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ એક પણ મુસાફરનો પોઝિટિવ ટેસ્ટ આવેલ નથી.

(8:20 am IST)
  • મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે (ઈડી)એ મોટાપાયે દરોડા શરૂ કર્યાનું જાણવા મળે છે access_time 12:51 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST