Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી લોકોને સંબોધન વેળાએ ફરી ભાવુક થઈને રડી પડ્યા

કહ્યું મારો પુત્ર મારા સમર્થકોનાં કહેવા પર લડ્યો અને હારી ગયો. રાજકારણમાં કોના પર ભરોસો કરવો તે મને સમજાતું નથી

 

બેંગ્લુરુ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ફરી એકવાર લોકોને સંબોધિત કરતા ભાવુક થઇ ગયા હતા. કુમારસ્વામીએ માંડ્યામાં લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે મને રાજકારણની જરૂર નથી કે મારે મુખ્યમંત્રી પદ જોઈતુ નથી, મારે ફક્ત તમારો પ્રેમ જોઈએ છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે મારો દીકરો ચૂંટણી કેમ હારી ગયો, હું ઇચ્છતો હતો કે તે માંડ્યાથી લડશે, પરંતુ માંડ્યાનાં મારા પોતાના લોકો ઇચ્છે છે કે તે ચૂંટણી લડે, પરંતુ તેનું સમર્થન કર્યું. જેનાથી હું ખૂબ દુઃખી થયો છું.

કુમારસ્વામીએ કહ્યું કે તેણે કઈ ભૂલ કરી કે માંડ્યાનાં લોકોએ તેને પરાજિત કર્યો. તેમણે કહ્યું કે મારો પુત્ર મારા સમર્થકોનાં કહેવા પર લડ્યો અને હારી ગયો. મારા જેવો વ્યક્તિ રાજકારણમાં હોવો જોઈએ, રાજકારણમાં કોના પર ભરોસો કરવો તે મને સમજાતું નથી.

 કુમારસ્વામી કોંગ્રેસનાં ટેકાથી કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બળવાખોર ધારાસભ્યોને કારણે તેમને ખુરશી ગુમાવવી પડી હતી

(12:30 am IST)