Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આખરે મહારાષ્ટ્રની સરકારનું ચિત્ર સ્પષ્ટ: ડે.સીએમ એનસીપીના બનશે અને કોંગ્રેસને સ્પીકરપદ અપાયું

ઠાકરે સરકારમાં બે નહીં એક જ ઉપ મુખ્યમંત્રી હશે : મંત્રીઓના નામ પણ મોડી રાત્રે જાહેર : પ્રફુલ પટેલની જાહેરાત

 

મુંબઈ : લાંબી મંત્રણા બાદ મહારાષ્ટ્રમાં સરકારનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની લાંબી બેઠક બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે મહત્વની માહિતી આપી છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે 6.40 કલાકે મુંબઇના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.

  પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક ડેપ્યુટી સીએમ હશે અને એનસીપીને ડેપ્યુટી સીએમનું પદ મળ્યો છે. જોકે, એનસીપીમાંથી ડેપ્યુટી સીએમ કોણ બનશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસને સ્પીકર પદ આપવામાં આવ્યું છે. વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ હશે પદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ગયું છે.

   પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં જોડાનારા મંત્રીઓના નામ અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે તેમણે કહ્યું હતું કે મંત્રીઓના નામ પણ મોડી રાત્રે જાહેર કરવામાં આવશે.

   મહારાષ્ટ્રની સરકારનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની લાંબી બેઠક બાદ એનસીપી નેતા પ્રફુલ પટેલે મહત્વની માહિતી આપી છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે 6.40 કલાકે મુંબઇના શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

(11:11 pm IST)