Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આદિત્ય ઠાકરેએ શપથ સમારોહમાં માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આમંત્રણ આપ્યું

આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહના આશિર્વાદ લેવા આવ્યા

 

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દિલ્હીના 10 જનપથ પહોંચ્યા હતાં. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ પૂર્વ પીએમ મનમોહનસિંહને  તેમના નિવાસસ્થાને જઈ શપથ ગ્રહણ સમારોહમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું.

આદિત્ય ઠાકરે આજે દિલ્હી પહોંચ્યા હતાં અને સોનિયા ગાંધી અને મનમોહન સિંહને આવતી કાલે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ અહીં સોનિયા ગાંધી અને મનમોહન સિંહના આશિર્વાદ લેવા માટે આવ્યા હતાં.

(11:03 pm IST)